HomeGujaratCBSEએ ધો.10, 12નો 30 ટકા કોર્સ ધડાડી દીધો પણ ગુજરાત બોર્ડે કોર્સ...

CBSEએ ધો.10, 12નો 30 ટકા કોર્સ ધડાડી દીધો પણ ગુજરાત બોર્ડે કોર્સ ઘટાડાની સીધી જ પાડી દીધી ના

ગાંધીનગર,શનિવાર

   કોરોનાને કારણે ગત વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કેસ ઓછા છે અને સ્થિતિ સામાન્ય છે જેથી બોર્ડની પરીક્ષા લેવાશે. CBSE એ 30 ટકા કોર્ષ ઘટાડાની જાહેરાત અગાઉ જ કરી હતી. જેને લઈને લોકોને ગુજરાત બોર્ડમાં પણ 30 ટકા કોર્સ ઘટવાની આશા હતી. પરંતુ શિક્ષણ વિભાગના અધિકારીએ કોર્સ ઘટાડવા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ગુજરાત બોર્ડમાં કોર્ષ ઘટશે નહીં. જોકે ગુજરાત શિક્ષણ બોર્ડે ગત વર્ષે કોરોનાના કારણે ધોરણ 9-10 અને ધોરણ 11-12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના કોર્ષમાં 30 ટકા ઘટાડો કર્યો હતો. કોર્સ કપાયા બાદ કયા-કયા અગત્યના પ્રકરણોની વિગતવાર માહિતી ગુજરાત બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી હતી.

   CBSE બોર્ડે વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષમાં 30 ટકા કોર્સ ઘટાડયો હતો. જેથી ગુજરાત બોર્ડમાં કોર્સ ઘટાડો થાય તેવી આશા સૌને હતી. જોકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવના જણાવ્યા અનુસાર ગુજરાત બોર્ડમાં 30 ટકા કોર્સ નહીં ઘટે, વિદ્યાર્થીઓએ 100 ટકા કોર્સના અભ્યાસ સાથે જ પરીક્ષા આપવાની રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે સરકારે પહેલાથી જ જાહેરાત કરી જ હતી કે કોર્સ નહીં ઘટે હાલ તમામશાળાઓ સંપૂર્ણ સમય ચાલી રહી છે તો કોર્ષ ઘટાડાની કોઈ રાહ જ નથી.સ્કૂલમાં પ્રથમ પરીક્ષા પૂર્ણ કોર્સ સાથે લેવાઇ છે માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ સંપૂર્ણ અભ્યાસક્રમ સહિત જ લેવામાં આવશે. ગુજરાત બોર્ડમાં ધોરણ 10 અને 12ના 13 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે, તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને 30 ટકા કોર્સ અંગે પ્રશ્ન હતો, ત્યારે બોર્ડના સચિવે પણ કોર્સ નહીં ઘટે તેવી સ્પષ્ટતા કરી છે, જેથી વિદ્યાર્થીઓએ હવે પરીક્ષા માટે પુરા અભ્યાસક્રમના આધારે તૈયારી કરવાની રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW