HomeNational18 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, યુવતીઓના લગ્નની લઘુત્તમ વય વધારવાનો મુસ્લિમ...

18 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, યુવતીઓના લગ્નની લઘુત્તમ વય વધારવાનો મુસ્લિમ ધારાસભ્યો દ્વારા વિરોધ

નવી દિલ્હી, શુક્રવાર

   યુવતીઓના લગ્નની લઘુત્તમ વય 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી છે. તેના પછી હવે રાજકીય હંગામો પણ શરૂ થયો છે. મોદી કેબિનેટ તરફથી આ પ્રસ્તાવને મંજૂરી મળવા પર મુસ્લિમ ધારાસભ્યોએ વાંધો વ્યક્ત કર્યો છે. પહેલા અબુ આઝમી અને હવે ઝારખંડના મંત્રી હફીજુલ અંસારીએ પણ કહ્યુ છે કે યુવતીઓની લગ્નની વય 18 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.

  બુધવારે જ કેન્દ્રીય કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેમાં યુવતીઓના લગ્નની કાયદાકીય વયને 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની જોગવાઈ છે. આ બિલને આ સંસદીય સત્રમાં રજૂ કરવાની વાત કહેવાય રહી છે. આ બિલના કાયદો બનતા જ દેશમાં યુવકો અને યુવતીઓની લગ્ન માટેની લઘુત્તમ વય એક સમાન થઈ જશે. જો કે મોદી સરકારના આ પ્રસ્તાવથી મુસ્લિમ ધારાસભ્યો નારાજ છે. ઝારખંડની કોંગ્રેસ સરકારમાં મંત્રી હફીઝુલ અંસારીએ કહ્યુ છે કે યુવતીઓની લગ્નની વય 18 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. તેમણે કહ્યુ છે કે વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે સરકાર આ બધું કરી રહી છે.

આ પહેલા સમાજવાદી પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના ધારાસભ્ય અબુ આઝમીએ પણ આના પર વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે જે પ્રકારે કોઈનું મોત થયા બાદ તેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે, તેવી રીતે કિશોરીના પુખ્ત થવા પર પણ તેના જલ્દીમાં જલ્દી લગ્ન કરી દેવા જોઈએ. તેમણે કહ્યુ છે કે પરંતુ હવે 18 વર્ષની યુવતીના લગ્ન નહીં કરી શકીએ. શું હવે તે 18 વર્ષની વયે સમજદાર નહીં થાય, 21 વર્ષની વયે જ પુખ્ત થશે. તેમણે આરોપ લગાવ્યો છે કે કુપોષણ વધી રહ્યું છે. બેટી બચાવો-બેટી પઢાઓના નામ પર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ બધું છૂપાવવા માટે જ આ બધું કરાય રહ્યું છે.

   અબુ આઝમીએ કહ્યુ છે કે જો કોઈપણ યુવતીના લગ્ન 18 વર્ષે નક્કી કરવામાં આવે છે અને હવે તેની મંજૂરી નથી અને આગળ જઈને સારો સંબંધ મળતો નથી, તો તેનું જવાબદાર કોણ હશે. તેમણે કહ્યુ છે કે મે સાંભળ્યું છે કે અંગ્રેજોના રાજમાં કેરળમાં ઘણાં લોકોને બોગીમાં બળજબરીથી બેસાડવામાં આવ્યા હતા. ત્યાં લોકોએ લોહી અને પેશાબ પીવાનું શરૂ કર્યું હતું. આ પ્રકારે પ્રાકૃતિક જરૂરિયાત હોય છે. જો તે યોગ્ય વયે પૂર્ણ નહીં થાય, તો તેનાથી ગુના વધે તેવી શક્યતા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW