HomeGujaratહવે ટેકનોલોજીના ટેરવે ખેતી કરશે ગુજરાતના ખેડૂતો

હવે ટેકનોલોજીના ટેરવે ખેતી કરશે ગુજરાતના ખેડૂતો

આણંદ, શુક્રવાર

  આણંદની આણંદ કૃષિ યુનિવર્સીટી ખાતે એગ્રો અને ફુડ પ્રોસેસિંગ પ્રિ-વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત કૃષિ પ્રદર્શન આયોજિત કરાયુ છે. કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીનાં ઉપયોગ માટે કરાયેલા ડ્રોન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અનેક ખેડૂતોએ આ ડ્રોન ટેકનોલોજીનાં ઉપયોગનું પ્રદર્શન નિહાળ્યું હતું. ત્યારે હવે એ દિવસો દુર નથી કે ખેડૂતો પણ પોતાની આગવી ડ્રોન ટેકનોલોજીનો પોતાનાં ખેતરમાં ઉપયોગ કરીને સફળ ખેતી કરશે.

  સામાન્ય રીતે ખેડૂતો ખેતરના ઉભા પાકમાં સ્પ્રેથી દવાઓનો છંટકાવ કરતા હોય છે, પરંતુ કેટલીક વાર ઝેરી દવા ચઢી જતા ખેડુતોની તબિયત લથડતા તેઓનાં મોત થવાનાં કિસ્સાઓ પણ બને છે. તેમજ દવાઓનાં છંટકાવમાં સમય અને શક્તિનો પણ વ્યય થતો હોય છે. તેમજ પાક પર છંટકાવ થતી દવાઓ પૈકી કેટલીક દવાઓનો બગાડ થતો હોય છે. જયારે ડ્રોનથી દવાઓનો છંટકાવ સરળ અને ઝડપી અને ચોક્કસ બને છે. જેનાં કારણે સમય અને શક્તિનો બચાવ થાય છે. હાલમાં તો વિવિધ કંપનીઓ દ્વારા ખેડુતોને રેન્ટ પર ડ્રોનની સર્વિસ આપવામાં આવે છે, અને માત્ર 20 મિનિટમાં એક એકર જમીન પર ડ્રોનથી દવાઓનો છંટકાવ કરી શકાય છે.

   ડ્રોન સાથે 11 લીટર પાણીની ટાંકી હોય છે, જેમાં પાણી સાથે દવા ભેળવીને પાક પર છંટકાવ કરી શકાય છે. પરંતુ હવે એ દિવસો દુર નથી કે સામાન્યમાં સામાન્ય ખેડુત પણ પોતાનાં ખેતરમાં ડ્રોનનાં ઉપયોગ થકી પાક પર દવાઓનો છંટકાવ કરી સફળ ખેતી કરી શકશે. હાલમાં નાના ખેડુતો જે રીતે ખેતર ખેડાવા માટે ભાડેથી ટ્રેકટર લાવે છે, તે રીતે ખેડુતો દવાઓનાં છંટકાવ માટે ડ્રોન ભાડેથી મેળવીને તેનો ઉપયોગ કરી શકશે. પ્રદર્શનનું ઉદઘાટન કરતા રાજયપાલ આચાર્ય દેવવ્રતે પણ ડ્રોન કેમેરાથી દવા છંટકાવનું નિદર્શન નિહાળ્યું હતું. હેવે ખેતીમાં ટેકનોલોજી એટલી આગળ આવી ગઈ છે કે ન પુછો વાત હાલની ટેકનોલોજીથી જે પ્રકારના ડ્રોન બનાવવામાં આવે છે. તેમાં એવા પ્રકારના સેન્સર લગાવવામાં આવે છે કે જેની મદદથી ખેતરમાં જે પાક છે તેના પર મોનીટરીંગ કરી શકાય છે અને જેના ડેડા પરથી એનાલીસીસ કરીને પાકમાં આવતા રોગો કે અન્ય પ્રકારની ખામીઓને દૂર કરી શકાય છે અને અન્યની સરખામણીએ પાકનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW