HomeGujaratNorth Gujaratગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક મામલો : એનએસયુઆઈનો એક ગીત રજૂ...

ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક મામલો : એનએસયુઆઈનો એક ગીત રજૂ કરીને સરકાર અને આસિત વોરા પર આક્ષેપ

અમદાવાદ, શુક્રવાર

  ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થવા મામલે રાજ્યમાં અત્યારે વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે NSUI દ્વારા એક ગીત રજૂ કરીને સરકાર અને આસિત વોરા પર આક્ષેપ કર્યા છે. ગીતમાં આસિત વોરા અંગે કટાક્ષ કરતા જણાવ્યું છે કે, આસિત વોરાના રાજમાં પેપર એવા ફૂટ્યા કે વિદ્યાર્થીઓ ક્યાંયના ના રહ્યા. આ ઉપરાંત સરકારની કામગીરી પર પણ ગીતમાં કટાક્ષ કર્યો છે.

  NSUI દ્વારા એક ગીત રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ગીત પહેલા NSUI એ આસિત વોરા પર કટાક્ષ કરતા કહ્યું છે કે, આસિત વોરા ગીતોના આશિક છે, જેથી પેપર લીક થવા મામલે આસિત વોરાને ગીત સંભળાવીને એમની આંખો ખોલવા માંગીએ છીએ. જે બાદ NSUI ના આગેવાન અને કાર્યકર દ્વારા હાર્મોનિયમ વગાડીને ગીત ગાવામાં આવ્યું હતું.ઓકસીજન ના બાટલા ખૂટ્યા!! દંડ માં લાખો રૂપિયા લૂંટ્યા, યુવાનો મહેનત કરી તૂટ્યા, ને છેલ્લે પરીક્ષા ના પેપર ફૂટ્યા!!નોંધનીય છે કે, રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW