HomeGujaratગ્લોબલ કંપનીઓના ટોચના પદો પર ભારતીયોનો દબદબો, ફ્રાંસના લક્ઝરી ગ્રુપ શનૈલના સીઈઓ...

ગ્લોબલ કંપનીઓના ટોચના પદો પર ભારતીયોનો દબદબો, ફ્રાંસના લક્ઝરી ગ્રુપ શનૈલના સીઈઓ બન્યા ભારતીય મૂળના લીના નાયર

પેરિસ, બુધવાર

  ભારતીય મૂળના લીના નાયરને ફ્રાંસના લક્ઝરી ગ્રુપ શનૈલે પોતાના નવા ગ્લોબલ ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. આના પહેલા લીના નાયર યૂનિલીવરના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર તરીકે કામ કરી રહ્યા હતા. શનૈલે કહ્યું છે કે લીના નાયર જાન્યુઆરી-2022થી કંપનીમાં સામેલ થશે. લીના નાયરે ટ્વિ કરીને જણાવ્યું છે કે હું એક પ્રતિષ્ઠિત અને પ્રશંસિત કંપની શનૈલના વૈશ્વિક મુખ્ય કાર્યકારી અધિકારી નિયુક્ત થવા પર સમ્માનિત અને સમ્માનિત મહેસૂસ કરી રહી છું. નાયરે કહ્યું છે કે તેઓ શનૈલ માટે ઘણાં પ્રેરીત છે.

  લીના નાયર હવે ભારતીય મૂળના વ્યક્તિઓની એ ક્લબમાં સામેલ થઈ ગયા છે કે જેમાં પહેલેથી જ સુંદર પિચાઈ, સત્ય નડેલા અને પરાગ અગ્રવાલ જેવી શખ્સિયત પહેલેથી સામેલ છે. દુનિયાની મોટી કંપનીઓમાં ભારતીયોની બોલબાલા વધી છે. ગૂગલ અલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈલ, માઈક્રોસોફ્ટના અધ્યક્ષ સત્ય નડેલા અને પરાગ અગ્રવાલ છે, જે હાલમાં ટ્વિટરના સીઈઓ બન્યા છે. ગત મહીને જ લીના નાયરને ફોર્ચુન ઈન્ડિયામાં મોસ્ટ પાવરફુલ વુમન લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા.

  ફેશનના સ્થાનની શ્રેષ્ઠ કંપનીઓમાં સામેલ શનૈલના સીઈઓ બનવા જઈ રહેલા લીના નાયરે યૂનિલીવરમાંથી રાજીનામું આપ્યા બાદ કહ્યું છે કે તેઓ યૂનીલીવરમાં પોતાના લાંબા કાર્યકાળ માટે આભારી છે. તેમણે કહ્યું છે કે યૂનીલીવર 30 વર્ષોથી તેમના માટે ઘર જેવું રહ્યું છે. લીનાએ કહ્યું છે કે યૂનીલીવરે મને વાસ્તવમાં સંગઠનમાં શીખવા, આગળ વધવા અને યોગદાન કરવાના ઘણાં અવસરો આપ્યા. તેઓ અહીં ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર તરીકે કાર્યરત હતા.

  મહારાષ્ટ્રના કોલ્હાપુરના વતની લીના નાયરનું સ્કૂલિંગ હોલી ક્રોસ કોન્વેન્ટ સ્કૂલમાંથી થયું છે. તેના પછી સાંગલીની વાલચંદ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કર્યું અને બાદમાં ઝારખંડના જમશેદપુર ખાતેની ઝેવિયર્સ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી તેમણે એમબીએની ડિગ્રી મેળવી હતી. XLRIમાં લીના નાયર ગોલ્ડ મેડલિસ્ટ પણ રહ્યા હતા.

  2013માં લીના નાયરે એંગ્લો – ડચ કંપનીની લંડન ઓફિસમાં લીડરશિપ અને ઓર્ગેનાઈઝેશન ડેવલોપમેન્ટના ગ્લોબલ વાઈરસ પ્રેસિડેન્ટ બન્યા હતા. 2016માં તેઓ આ કંપનીના પહેલા મહિલા અને સૌથી ઓછી વયના સીએચઆરઓ બન્યા હતા. લીના નાયર 30 વર્ષ પહેલા 1992માં હિંદુસ્તાન યૂનિલીવર લિમિટેડમાં મેનેજમેન્ટ ટ્રેની તરીકે જોડાયા હતા. આ કંપનીમાં તેઓ કામ કરતા 2016માં સીએચઆરઓની પોસ્ટ સુધી પહોંચ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW