મોરબીના વવાણીયા ગામના ગુલમામદ જુમાભાઈ સુમરા અને વિપુલ કેશાભાઈ કાતરોટિયા તેનું જીજે 3 એપી3701 નમ્બરનું બાઈક લઈને મોરબી નવલખી હાઇવે પર આવેલ પીપળીયા ચાર રસ્તાથી દહીંસરા જવાનાં રસ્તે વાસુકી કોલસાના ડેલા પાસે.મંગળવારે વહેલી સવારે ડબલસવારી બાઈકમાં પીપળીયા તરફ કામ પર જતા હતા તે દરમિયાન નવલખી પીપળીયા રોડ પર વાસુકી કોલસાના ગોડાઉન સામે જીજે 5 બી.વી.1179 નમ્બરના ટેન્કરના ચાલકે તેને હડફેટે લીધા હતા. જૅથી બન્ને યુવકને ઇજા પહોંચી હતી. બનાવમાં ગુલમામદને માથા તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે વિપુલ નામના યુવકને ઇજા પહોંચતા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

