નવી દિલ્હી, મંગળવાર
એસઆઈટીના લખીમપુર ખીરી કાંડ મામલે ખુલાસા બાદ રાજકારણ ગરમાયું છે. આ રિપોર્ટને લઈને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને જણાવ્યુ છે કે મોદીજી, ફરીથી માફી માંગવાનો સમય આવી ગયો. પરંતુ પહેલા આરોપીના પિતાને મંત્રી પદ પરથી હટાવો. સત્ય સામે છે. મહત્વપૂર્ણ છે કે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચતી વખતે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની માફી માંગી હતી. હવે લખીમપુર ખીરી કાંડમાં ખેડૂતો પર કાર ચઢાવી દેવાને સુનિયોજીત ષડયંત્ર ગણાવાયા બાદ વિપક્ષ ફરી એકવાર મોદી સરકાર સામે નિશાન સાધી રહ્યા છે.
આ સિવાય સમાજવાદી પાર્ટીના નેતા નાવેદ સિદ્દીકીએ કહ્યુ છે કે આ મામલામાં હવે સીબીઆઈ તપાસ થવી જોઈએ. તેમણે કહ્યુ છે કે આ હિંસામાં ખેડૂતોની સીધેસીધી હત્યા કરવામાં આવી હતી. એસઆઈટીએ પોતાની તપાસમાં પુષ્ટિ કરી દીધી છે. તેની સાથે જ તેમણે ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામાની માગણી કરી છે. મહત્વપૂર્ણ છે કે લખીમપુર ખીરી કાંડમાં અજય મિશ્રા ટેનીનો પુત્ર આશિષ અને અન્ય 13 આરોપીઓ છે.
મહત્વપૂર્ણ છે કે લખીમપુર ખીરી કાંડની તપાસ કરી રહેલી એસઆઈટીએ મોટો ખુલાસો કરતા કહ્યુ છે કે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મારવાના ઈરાદે તેમના પર ગાડી ચઢાવવામાં આવી હતી. આ દુર્ઘટના ન હતી. આ મામલામાં આશિષ મિશ્રાની જામીન અરજી પર 6 જાન્યુઆરીએ સુનાવણી થવાની છે. તેવામાં એસઆઈટીએ મામલામાં કલમો વધારવાનો અનુરોધ કર્યો છે. આ મામલાના આપીઓ પહેલા જ હત્યા અને ષડયંત્રના આરોપોનો સામનો કરી રહ્યા છે. હવે એસઆઈટીએ માગણી કરી છે કે આપીઓ પર હત્યાની કોશિશ અને અન્ય આરોપને પણ સામલ કરવામાં આવે.
મહત્વપૂર્ણ છે કે આ વર્ષે 3 ઓક્ટોબરે યુપીના લખીમપુર ખીરીના તિકુનિયામાં ચાર ખેડૂતો એક એસયૂવી કાર નીચે કચડાયા હતા. ખેડૂતોનો આરોપ છે કે આ કાર અજય મિશ્રા ટેનીની હતી અને તેમાં તેમનો પુત્ર આશિષ મિશ્રા હતો. મહત્વપૂર્ણ છે કે 9 ઓક્ટોબરે ઘણી લાંબી પૂછપરછ બાદ આશિષ મિશ્રાની ધરપકડ કરાય હતી. લખીમપુર ખીરી કાંડમાં એક સ્થાનિક પત્રકાર, ડ્રાઈવર અને ભાજપના બે કાર્યકર્તાઓનો પણ જીવ ગયો હતો.

