HomeGujaratવાંકાનેરમાં પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કર્યો

વાંકાનેરમાં પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કર્યો

વાંકાનેર તાલુકાના દેરાળા ગામે માવતર ધરાવતી અને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામે સાસરું ધરાવતી 24 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યાનો બનાવ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ વર્ષાબેન ભરતભાઈ સાબરીયાની પ્રસૂતિ દરમિયાન સિઝેરિયન સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ સતત રહેતા દુખાવાથી પરેશાન રહેતા તેઓ થોડા સમય માટે પિતાના ઘરે રોકાવા આવ્યા હતા. દરમિયાન પિતાની વાડીએ જઈ તેમણે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવાની અસર થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વર્ષાબેન સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. તેમને સંતાનમાં અઢી વર્ષનો એક પુત્ર હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી છે અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW