ટંકારા તાલુકાના વિરપર ગામે દીવાલ બનાવવાના જૂના મુદ્દાને લઈને બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બંને પક્ષોએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રથમ ફરિયાદમાં ભાવનાબેન મહેશભાઈ ચાવડાએ સોનલબેન આંબાભાઈ ચાવડા, શાંતાબેન આંબાભાઈ ચાવડા અને મુકેશભાઈ આંબાભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ઘરના ફળિયામાં બનાવવામાં આવેલી દીવાલને લઈને અગાઉથી ચાલતા વિવાદનો ખાર રાખી આરોપીઓએ ઝપાઝપી કરી હતી. આ દરમિયાન પગમાં મુંઢ ઈજા પહોંચાડવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજી તરફ શાંતાબેન આંબાભાઈ ચાવડાએ ભાવનાબેન મહેશભાઈ ચાવડા, લક્ષ્મણભાઈ કારાભાઈ ચાવડા, દર્શનાબેન લક્ષ્મણભાઈ ચાવડા અને પ્રીતિબેન લક્ષ્મણભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં દીવાલના જૂના વિવાદને લઈને આરોપીઓએ ઝપાઝપી કરી તેમજ પરિવારના સભ્યોને ઉઠાવી લેવાની અને પતાવી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બંને પક્ષોની ફરિયાદના આધારે ટંકારા પોલીસે સામસામે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

