HomeGujaratમોરબી સીટી એ-ડીવીઝન પોલીસે બે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી રૂ. 1.21 લાખના...

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે બે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી રૂ. 1.21 લાખના મુદ્દામાલ સાથે 15 જુગારીઓને પકડ્યા

મોરબી શહેરમાં જુગારની પ્રવૃત્તિ સામે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમે શહેરના મહેન્દ્રપરા અને કબીર ટેકરી વિસ્તારમાં અલગ-અલગ દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા કુલ 15 શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા લોકોમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

મળતી માહિતી પ્રમાણે, પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રપરા શેરી નં. 10 અને 11 વચ્ચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના આધારે પોલીસે દરોડો પાડી પરેશભાઈ પાટડીયા, વિપુલભાઈ ખીંટ, રમેશભાઈ લામકા, નિતીનભાઈ બજાણીયા, ભાલુભાઈ ખીંટ, કાનજીભાઈ પરમાર, રવીભાઈ રાઠોડ અને આર્યનભાઈ ખીંટ સહિત કુલ આઠ શખ્સોને ઝડપી લીધા હતા.

આ કાર્યવાહીમાં પોલીસને રોકડ રૂ. 47,990 તથા કુલ કિંમત 58,500 રૂપિયાના સાત મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આમ, પ્રથમ દરોડામાં કુલ 1,06,490 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ પોલીસે કબીર ટેકરી વિસ્તારમાં પણ દરોડો પાડ્યો હતો. અહીં જાહેરમાં જુગાર રમતા વિશાલભાઈ અગેચણીયા, શિવાભાઈ ડોડીયા, જયેશભાઈ અગેચણીયા, યોગેશભાઈ વાઘાણી તેમજ અલ્પાબેન લાલવાણી, ભાવનાબેન અબાસણીયા અને સુનીતાબેન અગેચણીયા મળી કુલ સાત વ્યક્તિઓ પોલીસના હાથે ઝડપાઈ હતી. તેમની પાસેથી પોલીસે 14,700 રૂપિયા રોકડ કબજે કરી હતી.

બંને સ્થળેથી ઝડપાયેલા કુલ 15 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,630SubscribersSubscribe

TRENDING NOW