હળવદ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ ખોવાયેલા તથા ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા માટે પોલીસ સ્ટાફને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ કામગીરીના ભાગરૂપે પોલીસે CEIR (Central Equipment Identity Register) પોર્ટલનો ઉપયોગ કરીને અરજદારોના મોબાઈલની નોંધણી કરી સતત ટેકનિકલ મોનીટરીંગ અને વિશ્લેષણ હાથ ધર્યું હતું.
પોલીસ સ્ટાફની સતત મહેનત અને ટેકનિકલ વર્કઆઉટના પરિણામે કુલ 19 મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી હતી. અંદાજે રૂ. 3,80,961 કિંમતના આ મોબાઈલ ફોન રિકવર કરીને તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.

