HomeGujaratમોરબી-હળવદ હાઇવે પરથી IPL મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો, રૂ. 15,210નો...

મોરબી-હળવદ હાઇવે પરથી IPL મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો, રૂ. 15,210નો મુદ્દામાલ જપ્ત

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મોરબી-હળવદ હાઇવે પર આવેલી રાજધાની હોટલ નજીક પહોંચતા જાહેરમાં એક વ્યક્તિ મોબાઇલ ફોન મારફતે ઓનલાઇન આઈપીએલ ટી-20 ક્રિકેટ મેચ પર જુગાર રમતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતાં આરોપી મોબાઇલમાં “ALL” નામની એપ્લિકેશન દ્વારા Nns 1425 આઈ.ડી. હેન્ડલર સાથે લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ચાલી રહેલી લાઇવ મેચ પર સટ્ટો રમાડી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે આરોપી અશોકભાઈ હીરાભાઈ જોશી (ઉ.વ.29), રહે. સરતનપર રોડ, કમાન્ડર કારખાનાની ઓરડી, તા.જી. મોરબીને ઝડપી પાડી તેની પાસેથી રોકડ રૂ. 10,210 તથા રૂ. 5,000 કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂ. 15,210નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW