HomeGujaratવાંકાનેરની ઢુવા ચોકડી પાસે ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કરતો એક શખ્સ રૂ. 43,650ના...

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કરતો એક શખ્સ રૂ. 43,650ના મુદ્દામાલ સાથે ઝડપાયો

મોરબી એસ.ઓ.જી. ટીમ પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરી દરમિયાન બાતમીના આધારે વાંકાનેરની ઢુવા ચોકડી પાસે દરોડો પાડ્યો હતો. ત્યાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલામાં રીફિલિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી હનીફભાઈ હુશેનભાઈ બાવરા રહે. વાકીયા તા. વાંકાનેરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી કુલ રૂ. 43,650નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી વિરુદ્ધ વાંકાનેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW