મોરબી જિલ્લા પંચાયતના નવનિર્વાચિત સભ્ય મનીષભાઈ અનિલભાઈ કાંજિયા દ્વારા તેમના નિવાસસ્થાન કૃષ્ણનગર ખાતે તા. 15 મે 2026ના રોજ તોરણીયા રામામંડળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો છે.
કાર્યક્રમ અંતર્ગત 15 મેના રોજ સાંજે 4:30 વાગ્યે સામૈયાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે રાત્રે 9 વાગ્યે રામજી મંદિર ચોક ખાતે કલાકારો દ્વારા પરંપરાગત રામામંડળની રજૂઆત કરવામાં આવશે. આ આયોજનમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, ભક્તજનો અને આગેવાનો ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આયોજકો દ્વારા સર્વે લોકોને કાર્યક્રમમાં હાજરી આપી ધાર્મિક લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

