HomeGujaratટંકારાના હરબટીયાળીમાં વૃદ્ધ પર જીવલેણ હુમલો: માથામાં પાઈપના ફટકા મારી હેમરેજ જેવી...

ટંકારાના હરબટીયાળીમાં વૃદ્ધ પર જીવલેણ હુમલો: માથામાં પાઈપના ફટકા મારી હેમરેજ જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે જાહેર મિલકતને નુકસાન કરતા શખ્સને ટોકવું ગામના લોકો દ્વારા ભૂતકાળમાં ટોકવાનું  ગામને એક વૃદ્ધને ભોગવવું પડ્યું હતું  શેરીમાંથી નીકળી રહેલા વૃદ્ધ પર આરોપીઓએ લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા ચકચાર મચી ગઈ છે. ટંકારા પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હરબટીયાળી ગામના રહેવાસી હસમુખભાઇ બેચરભાઇ નમેરાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી જગદીશભાઇ છગનભાઇ ઝાપડા અવારનવાર ગામમાં જાહેર જગ્યાએ નુકસાન કરતો હતો. આ બાબતે અગાઉ ગામ લોકોએ તેને સમજાવી નુકસાન ન કરવા જણાવ્યું હતું. આ વાતનું મનદુઃખ રાખી આરોપી જગદીશ ઝાપડાએ ગત તા. ૧૩/૦૫/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ તેમના પિતા બેચરભાઈ જીવણભાઈ જ્યારે ગામની શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આરોપીએ પૂર્વઆયોજિત કાવતરું રચી તેમના પર હુમલો કર્યો હતો. આરોપીએ લોખંડના પાઈપ વડે ફરીયાદીના પિતા માથાના ભાગે જીવ લેવાના ઈરાદે આડેધડ ફટકા માર્યા હતા. આ હુમલામાં વૃદ્ધને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી છે. પિતાને બચાવવા વચ્ચે પડેલા અન્ય લોકોને પણ આરોપીએ નાની-મોટી ઈજાઓ પહોંચાડી હતી.

ઘટના અંગે ટંકારા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.ડી.ઝાલા દ્વારા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની નીચે મુજબની કલમ કલમ ૧૦૯: હત્યાની કોશિશ (Attempt to Murder) કલમ ૧૧૮(૨), ૧૧૭(૨), ૧૧૫(૨): સ્વેચ્છાએ ગંભીર ઈજા પહોંચાડવી.જી.પી. એક્ટ કલમ ૧૩૫: જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ.સહિતની કલમ હેઠળ  ગુનો દાખલ કરવામાં આવ્યો છે: વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધીક્ષકની સૂચના હેઠળ ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગામમાં બનેલી આ હિંસક ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW