આજે ઝીકયારી-મોરબી રૂટ પર દોડતી બસમાં ખરેડા ગામથી મુસાફરી કરનાર ભારતીબેનનું પાકીટ બસમાં ભૂલથી રહી ગયું હતું. બાદમાં બસની સફાઈ દરમિયાન સફાઈ કર્મચારી પારસિંહભાઈ રાઠવાને આ પાકીટ મળી આવ્યું હતું.
પાકીટમાં અંદાજે ₹10 હજાર જેટલી રોકડ રકમ હતી. પારસિંહભાઈએ ઈમાનદારીનો ઉત્તમ દાખલો આપી બસ સ્ટાફની હાજરીમાં ભારતીબેનને તેમનું પાકીટ પરત સોંપ્યું હતું. સફાઈ કર્મચારીની આ પ્રામાણિકતા અને ઈમાનદારીની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

