રાજ્યની સ્થાનીક સ્વરાજ્ય ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ સોમવારે ફોર્મ ચકાસણી દિવસ હોવાથી મોરબી જિલ્લાની વિવિધ રીટર્નીંગ ઓફિસર કચેરી ખાતે સવારથી ઉમેદવારોની હાજરીમાં ફોર્મ ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયત માટે 98 બેઠક માટે કુલ 415 ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં 111 ફોર્મ આજે ચકાસણી દરમિયાન રદ્દ કરવામાં આવ્યા હતા. આ રદ થયેલા ફોર્મ ડમી ઉમેદવારો ના હોવાથી રદ થયા છે. હવે કુલ 303 ઉમેદવારો રહ્યા છે તાલુકા પંચાયત મુજબ જોઈએ તો હળવદની 20 બેઠક માટે કુલ 88 ફોર્મ ભરાયા હતા. જેમાંથી આજે 27 ફોર્મ રદ થાય છે જયારે 61 ફોર્મ બાકી રહ્યા છે. માળિયા મિયાણા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 76 ફોર્મ ભરાયા હતા. જેમાંથી આજે 25 ફોર્મ રદ થતા હવે 51 ફોર્મ રહ્યા છે. મોરબી તાલુકા પંચાયતની 22 બેઠક માટે કુલ 83 ફોર્મ ભરાયા હતા જેમાંથી આજે 23 ફોર્મ રદ થયા છે. ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠક માટે ભરાયેલ ફોર્મ માંથી 13 રદ થતા હવે 52 ફોર્મ રહ્યા છે આ ઉપરાંત વાંકાનેર તાલુકા પંચાયતમાં 24 બેઠક માટે 103 ફોર્મ ભરાયા હતા જેમાંથી 23 ફોર્મ રદ થતા 80 ફોર્મ શેષ રહ્યા છે.
મોરબી જિલ્લાની ત્રણ નગરપાલિકાની 19 વોર્ડની કુલ 73 બેઠક માટે કુલ 203 ફોર્મ ભરાયા હતા. જેમાંથી હાલ 4 ફોર્મ રદ થતા હવે 199 ફોર્મ ઉમેદવાર બાકી રહ્યા હતા. માળિયા નગરપાલિકાની વાત કરીએ તો અહી 6 વોર્ડના 24 સભ્યો માટે 77 ઉમેદવાર હતા. જેમાંથી 2 ફોર્મ રદ થયા ચેહ હવે 75 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. ટંકારાના 6 વોર્ડ 24 બેઠક 63 ફોર્મ ભરાયા હતા જોકે એક પણ ફોર્મ રદ ન થતા તમામ 63 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. વાંકાનેર નગરપાલિકામાં પણ કુલ 7 વોર્ડની 28 બેઠક માટે 02 ફોર્મ રદ થતા હવે 61 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે.
આગામી 15 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેચવાની અંતિમ તારીખ હોય અને અંતિમ દિવસે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે તેમ લાગી રહ્યું છે.

