મોરબી એલ.સી.બી. તથા પેરોલ-ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમને ખાનગી બાતમી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આઈ.પી.સી. કલમ 393 તેમજ ફોજદારી ગુનો રજીસ્ટર નં. 11/1997 હેઠળ કલમ 395 અને 397 મુજબના ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી ફરાર આરોપી વિનોદ ઉર્ફે તાલુ ઉર્ફે વાલુ માનસિંગભાઈ બિલવાલ (રહે. મંડલી બડી, તા. જી. ઝાંબુઆ, મધ્યપ્રદેશ) પોતાના ગામે હાજર છે.
માહિતીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક મધ્યપ્રદેશના મંડલી બડી ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મેડા ફળીયા વિસ્તારમાંથી ફરાર આરોપીને ઝડપી પાડી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

