HomeGujaratવાંકાનેરના ભલગામ પાસે ગેરકાયદેસર બાયો-ડીઝલના નેટવર્ક પર પોલીસનો સપાટો: ₹48.33 લાખનો મુદ્દામાલ...

વાંકાનેરના ભલગામ પાસે ગેરકાયદેસર બાયો-ડીઝલના નેટવર્ક પર પોલીસનો સપાટો: ₹48.33 લાખનો મુદ્દામાલ જપ્ત

વાંકાનેરના ભલગામ નજીક કાર્યરત ‘એચ.એમ. એન્ટરપ્રાઇઝ’ નામના પંપ પર પોલીસે દરોડો પાડી ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી (બાયો-ડીઝલ) ના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વાંકાનેર તાલુકા પોલીસ અને એલસીબી (LCB) ની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી કુલ 5 શખ્સોને ઝડપી પાડ્યા છે.

 

ભલગામ પાસે આવેલ ‘માય ઇકો એનર્જી ઇન ડીઝલ’ નામના પંપના સંચાલકો દ્વારા સરકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે શંકાસ્પદ પ્રવાહીનો સંગ્રહ અને વેચાણ કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે ટીમે દરોડો પાડતા સ્થળ પરથી ટેન્કર અને ટાંકીઓમાં ભરેલો પ્રવાહીનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો

પોલીસે દરોડા દરમિયાન શંકાસ્પદ પ્રવાહી: ટેન્કરમાં ભરેલ આશરે 17,000 લિટર અને ટાંકીમાં સંગ્રહિત 12,000 લિટર (કુલ 29,000 લિટર), વાહન: પ્રવાહીની હેરાફેરીમાં વપરાતું મોટું ટેન્કર, સાધનો ઇલેક્ટ્રિક મોટર, પાઇપ અને અન્ય સાધનો, દસ્તાવેજો સ્થળ પરથી ગેટ પાસ, બિલ બુક, ભાડાખત અને બે નંગ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.  જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂપિયા 48,33,500 આંકવામાં આવી છે.

પાંચ શખ્સોની પોલીસે અટકાયત કરી છે:

1. અજિતસિંહ નવઘણસિંહ જાડેજા

2. રવિ દાદાભાઈ ધાંધલ

3. નરેન્દ્ર પ્રવિણચંદ્ર જોશી

4. નયન મોહન મકવાણા

5. નયન વિજય વાળા

આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ પ્રવાહી ક્યાંથી આવતું હતું અને તેનો સપ્લાય ક્યાં થવાનો હતો તે અંગે પણ ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર બાયો-ડીઝલના વેચાણ સામે પોલીસે લાલ આંખ કરતા અન્ય તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW