HomeGujaratમોરબી મનપાની ચૂંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી કરવા કાર્યકરો તલપાપડ સૌથી વધુ વોર્ડ 9માં...

મોરબી મનપાની ચૂંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી કરવા કાર્યકરો તલપાપડ સૌથી વધુ વોર્ડ 9માં 49 દાવેદારો

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જાહેર થયા બાદથી વિવિધ રાજકીય પક્ષમાં માહોલ વધુ ગરમાયો છે એક તરફ પ્રચાર પ્રસાર લગતી ગતિવિધિ બીજી તરફ યોગ્ય ઉમેદવારોની શોધખોળ ચાલી રહી છે  મોરબી જિલ્લામાં પણ 1 થી 3 માર્ચ દરમિયાન ભાજપની સેન્સ પ્રકિયા હાથ ધરી હતી મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ભાજપમાંથી ટિકિટ મેળવવા 427 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. શુક્રવારે કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં 13 વોર્ડમાંથી કુલ 427 આગેવાનોએ ટિકિટ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી. વોર્ડ દીઠ મતદારોની સંખ્યા જોઈએ તો સૌથી વધુ દાવેદારો વોર્ડ 9 માં નોધાયા છે વોર્ડ 9માંથી કુલ 49 દાવેદાર મળ્યા હતા જયારે સૌથી ઓછા દાવદાર વોર્ડ 10માંથી માત્ર 18 દાવેદાર મળ્યા હતા

વોર્ડ દીઠ સંખ્યા જોઈએ તો વોર્ડ 1માં 39 માંથી દાવેદાર , વોર્ડ 2માં 31 દાવેદાર ,વોર્ડ 3 માં 35 દાવેદાર ,વોર્ડ 4માં 26 દાવેદાર , વોર્ડ 5માં 31 દાવેદાર ,વોર્ડ 6માં 35 દાવેદાર , વોર્ડ 7માં 44 દાવેદાર , વોર્ડ 8માં 34 દાવેદાર , વોર્ડ 11માં 29 દાવેદાર ,વોર્ડ 12 માં 30 દાવેદાર અને 13માં 26 દાવેદાર નોધાયા હતા. પ્રદેશ ભાજપ માંથી આવેલ નિરીક્ષક  ઉમેદવાર ના નામ અને દાવેદારો સાથેનું લીસ્ટ લઇ ગયા છે ત્યારે આ વોર્ડમાંથી કોની દાવેદારી મજબૂત થાય છે અને ટીકીટ મેળવી શકે છે તે જોવાનું રહ્યું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW