મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાના આકસ્મિક અવસાન બાદ જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ લાલજીભાઈ અઘારાની નિમણૂક કરવામાં આવી છે. નયનભાઈ અઘારા મોરબી તાલુકાના રાજપર ગામના વતની છે. તેઓ ગત મોરબી જિલ્લા પંચાયતની રવાપર બેઠક પરથી વિજેતા બન્યા હતા અને જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે જવાબદારી નિભાવી હતી. વર્ષ ૨૦૧૦થી ૨૦૧૫ દરમિયાન તેઓ મોરબી તાલુકા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે.
વર્તમાનમાં તેઓ રાજપર સેવા સહકારી મંડળીના પ્રમુખ છે અને વિવિધ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ સાથે સક્રિયપણે જોડાયેલા છે.કિશોરભાઈ ચીખલીયાના અવસાનને કારણે કોઈ પણ પ્રકારની ઉજવણી કર્યા વિના સાદગીપૂર્વક નયનભાઈ અઘારાએ પદ સંભાળ્યું છે. તેઓ તરત જ સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના કાર્યક્રમમાં કામે લાગી ગયા છે. મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તથા જિલ્લાના લોકોએ નયનભાઈ અઘારાની આ નિમણૂકને સહર્ષ આવકારી છે. પાર્ટી કાર્યકર્તાઓમાં આ નિમણૂકથી નવો જુસ્સો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નયનભાઈ અઘારા આગામી દિવસોમાં જિલ્લા કોંગ્રેસને વધુ મજબૂત અને સંગઠિત કરવા માટે કાર્યરત રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.કિશોરભાઈ ચીખલીયા ના આકસ્મિક અવસાન ને કારણે કોઈ પણ જાતની ઉજવણી કર્યા વિના સાદગી થી પદ સંભાળી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સક્રિય થયા છે.

