HomeGujaratમોરબી પ્રોજેક્ટ સબ ડિવિઝનના નાયબ ઇજનેર જીતેન્દ્ર એમ. વિરમગામાની બઢતી, હવે ધ્રાંગધ્રા...

મોરબી પ્રોજેક્ટ સબ ડિવિઝનના નાયબ ઇજનેર જીતેન્દ્ર એમ. વિરમગામાની બઢતી, હવે ધ્રાંગધ્રા ખાતે સંભાળશે કાર્યપાલક ઇજનેરનો પદભાર

જેટકોમાં નાયબ ઇજનેર તરીકે વર્ષ 2018 થી 2026 સુધી મોરબી પ્રોજેક્ટ સબ ડિવિઝનમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર જીતેન્દ્ર એમ. વિરમગામાને જેટકો મેનેજમેન્ટ દ્વારા કાયૅપાલક ઇજનેર તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી સાથે તેમની ધ્રાંગધ્રા ખાતે બદલી કરવામાં આવી છે. તેમની આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ સહકર્મીઓ, અધિકારીઓ તથા વિવિધ વર્ગોમાંથી શુભેચ્છાઓનો વરસાવો થઈ રહ્યો છે.

જીતેન્દ્ર એમ. વિરમગામા સાહેબે નાયબ ઇજનેર તરીકે મોરબી જિલ્લામાં વીજ વ્યવસ્થાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની કામગીરી દરમિયાન 400 કે.વી., 220 કે.વી., 132 કે.વી. અને 66 કે.વી. ક્ષમતા ધરાવતા કુલ 25 જેટલા નવા સબસ્ટેશનના નિર્માણ સાથે 551 કિલોમીટર લાંબું નવી વીજ લાઇન નેટવર્ક ઉભું કરવાની મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં તેમનો અગત્યનો ફાળો રહ્યો છે, જે આજે જિલ્લામાં નજરે જોઈ શકાય તેવી પ્રગતિરૂપ સાબિત થઈ રહી છે. મેનેજમેન્ટ દ્વારા અપાયેલા લક્ષ્યાંકોને કુશળતા અને પ્રતિબદ્ધતા સાથે હંમેશાં પૂર્ણ કરનાર જીતેન્દ્ર એમ. વિરમગામાને જેટકો પરિવાર તરફથી હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW