HomeGujaratઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરાના જન્મદિવસની ઉજવણી સાથે વર્ષ...

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરાના જન્મદિવસની ઉજવણી સાથે વર્ષ 2026-27 નો પ્રારંભ

મહિલાઓમાં રહેલી આંતરિક શક્તિઓને ઉજાગર કરવા અને સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી સહાય પહોંચાડવા માટે જાણીતી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા માનવસેવાનો એક સુંદર ઉપક્રમ યોજાયો હતો. ક્લબના વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરાના જન્મદિવસ નિમિત્તે લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી હરિઓમ સ્કૂલ ખાતે અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને ફુલસ્કેપ નોટબુકો તથા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યથી બાળકોના ચહેરા પર ખુશી અને સ્મિત ફરી જોવા મળ્યું હતું.

આ પ્રસંગે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વર્ષ 2026-27 માટેના પ્રેસિડેન્ટ તરીકે સર્વ સભ્યોની સર્વાનુમતે ડૉ. સુષ્માબેન દુધરેજીયાની સતત બીજા વર્ષે પણ નિમણૂંક કરવામાં આવી હતી. નવા કાર્યકાળની શરૂઆત પ્રસંગે સાધનાબેન ઘોડાસરાનો જન્મદિવસ ઉજવી નવા વર્ષની મેમ્બરશીપ ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી. સાધનાબેન તરફથી તમામ સભ્યોને વેલકમ ગિફ્ટ આપી નવા વર્ષની શુભ શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે પસંદગી પામનાર સંસ્થાના ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સ્વદેશી વિચારધારા અને રાષ્ટ્રવાદી ભાવનાને આત્મસાત કરનાર મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા શહેરની જરૂરિયાતમંદ જનતાને મદદરૂપ બની રહી છે અને સમાજમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી છે. આ પ્રસંગે સંસ્થાના ફાઉન્ડર શોભનાબા ઝાલા, પ્રીતિબેન દેસાઈ, મયુરીબેન કોટેચા, નયનાબેન બારા, સેક્રેટરી મનિષાબેન ગણાત્રા સહિત ક્લબના તમામ સભ્યોએ ડૉ. સુષ્માબેન દુધરેજીયા અને સાધનાબેન ઘોડાસરાનો આભાર વ્યક્ત કર્યો હતો. વર્ષ 2017થી સતત કાર્યરત આ સંસ્થામાં નવા વર્ષ માટે સભ્યપદ નોંધણી ચાલુ હોવાનું જણાવાયું છે. ક્લબ સાથે જોડાવા ઇચ્છુક મહિલાઓને 99793 29837 નંબર પર સંપર્ક કરી મેમ્બરશીપ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW