મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પાટીદાર સમાજના અગ્રણી સ્વ. કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયાનું ગત તા. 30માર્ચ 2026ના રોજ દુ:ખદ અવસાન થયું છે. જેમના આત્માની શાંતિ અર્થે આગામી ગુરુવાર, 02 એપ્રિલ 2026 ના રોજ બેસણું (શોકસભા) રાખવામાં આવ્યું છે.
પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ, શોકસભા બે અલગ-અલગ સ્થળોએ યોજાશે:
૧. મોરબી ખાતે બેસણું:
-
સમય: સવારે 8 થી 10 કલાકે
-
સ્થળ: જય દ્વારકાધીશ ફાર્મ-1, રવાપર ઘુનડા રોડ, મોરબી.
૨. વતન સરવડ ખાતે બેસણું:
-
સમય: બપોરે 4 થી 6 કલાકે
-
સ્થળ: પટેલ સમાજ વાડી, સરવડ.
નોંધનીય છે કે, સાસરીયા પક્ષનું બેસણું પણ સાથે જ રાખવામાં આવ્યું છે. કિશોરભાઈના અકાળે અવસાનથી ચીખલીયા પરિવાર અને રાજકીય આલમમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.

