HomeGujaratવાંકાનેરના ઓડ ગામની હળદર ધારમાંથી ખનીજ ચોરી પકડાઈ, 3 ડમ્પર અને એક...

વાંકાનેરના ઓડ ગામની હળદર ધારમાંથી ખનીજ ચોરી પકડાઈ, 3 ડમ્પર અને એક એક્સકેવેટર મશીન કર્યું જપ્ત

વાંકાનેર તાલુકાના ઓડ ગામની હદમાં આવેલી હળદર ધાર વિસ્તારમાં ગીરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાની વાંકાનેર તાલુકા પોલીસની ટીમને બાકી મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસનું ટીમ દ્વારા ખાણ ખનીજ વિભાગની સાથે રાખી સંયુક્ત રીતે દરોડો પાડવામાં આવ્યો હતો અને સ્થળ પરથી ₹4 કરોડ 10 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ખનીજ ચોરી માટે મોરબી જિલ્લામાં બદનામ હળવદ અને વાંકાનેર તાલુકામાં અવારનવાર મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે રાજકોટ રેન્જ આઈ.જી દ્વારા ખનીજ ચોરો સામે કડક કાર્યવાહી કરવાના આદેશની પગલે મોરબી જિલ્લા એસપી મુકેશ પટેલ અને વાંકાનેર ડીવાયએસપી સમીર  સારડાના માર્ગદર્શનમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસ ના હુકુમતસિંહ જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી કે વાંકાનેર ના પોળ ગામની હદમાં આવેલી હળદર ધાર ની જગ્યામાં ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે ને સાથે રાખી ત્યાં દડો પાડવામાં આવતા ત્યાંથી ખનીજ ભરાયેલ જીજે 36 એક્સ 91 53 નંબરનો ડમ્પર , GJ 36 x 8804, GJ 36 v 9949 અને એક એક્સકેવેક્ટર મશીન મળી કુલ 4 કરોડ 10 લાખની કિંમત નો મુદ્દા માલ પકડી પાડવામાં આવ્યો હતો. અને તમામ મુદ્દા માલ વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યો હતો વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW