મોરબી શહેરમા જાણે લુખ્ખાગીરી કરતા તત્વોને કાયદો વ્યવસ્થા કે પોલીસ તંત્રની કોઈ બીક ન હોય તેમ લાગી રહ્યું છે છાશવારે છરી લઈને નીકળી પડતા આ લવર મુછીયા જેવા તત્વો પોતાની જાતને ડોન સાબિત કરવા સામાન્ય માણસને છરી દેખાડી ધમકાવવા જાહેરમાં ગાળો બોલી કે પોતાની ધાક જમાવવા એન કેન પ્રકારના વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં મૂકતા હોય છે મોરબીમાં તંત્ર ભલે સબ સલામતના દાવા કરે પણ આવા શેરી ગલીએથી નીકળી પડતા લુખ્ખા તત્વોને અંકુશમાં લેવામાં પોલીસ નબળું સાબિત થયું હોય તેમ લાગે છે
મોરબી શહેરના સામા કાઠા વિસ્તારમાં આવેલી શ્રીમદ સોસાયટી વિસ્તારમાં રહેતા નીવૃત પોલીસ કર્મી મયુરસિંહ મહોબતસિંહ જાડેજા બે દિવસ પહેલા જૂની દાણા પીઠ પાસે તેઓને નદીમ ઉર્ફે બુધીયો વડગામા નામના શખ્સ સાથે બાઈક સીધું રાખવા જણાવ્યું હતું જે બાદ આં નદીમે નિવૃત પોલીસ કર્મી સાથે ઝઘડો કર્યો હતોં અને તેઓને ફડાકા ઝીકી દીધા હતા તેમજ છરીના ઘા ઝીકી દેવાની ઘમકી આપી હતી. લોકોની અવર જવર વાળી આ જગ્યા પર મામલો ગરમ થઇ ગયો હતો જોકે બાદમ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો બનાવ અંગે મયુરસિંહે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

