HomeGujaratમોરબી જિલ્લા પંચાયતને પ્રથમ વખત મળશે આદિવાસી પ્રમુખ

મોરબી જિલ્લા પંચાયતને પ્રથમ વખત મળશે આદિવાસી પ્રમુખ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઇ વિવિધ વોર્ડ સીમાંકન મતદાર યાદી સહિતના રોટેશન જાહેર થયા બાદ આજે રાજ્ય ચૂંટણી શાખા દ્વારા વિવિધ તાલુકા પંચાયત અને  જિલ્લા પંચાયતના  અઢી વર્ષ માટે પ્રમુખ માટે રોટેશન જાહેર કરવમાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત આદિવાસી સમાજ માંથી પ્રમુખ પદ મળશે મોરબી  જિલ્લા પંચાયતમાં ગત ટર્મ માં અનુસુચિત જાતિ ના પ્રમુખ પદ માટે રીઝર્વ હોવાથી પ્રમુખ પદ માટે હંસાબેન પારેઘીની વરણી કરવામાં આવી હતી

આ ઉપરાંત મોરબીજિલ્લાની અલગ અલગ પાંચેય તાલુકા પચાયતના પ્રમુખની વાત કરીએ તો મોરબી તાલુકા પંચાયત સામાન્ય વર્ગની  મહિલા માટે અનામત છે ગત ટર્મ સામાન્ય વર્ગ માટે હોવાથી મોરબી તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે અશોકભાઈ દેસાઈ પ્રમુખ પદે રહ્યા હતા આ ઉપરાંત અન્ય તાલુકા પંચાયત સીટની વાત કરીએ તો વાંકાનેર તાલુકા પંચાયત માં ઓબીસી વર્ગ ના સદસ્ય પ્રમુખ બનશે, માળિયા હળવદ અને ટંકારા ત્રણેય તાલુકા પંચાયત સામાન્ય વર્ગના સદસ્ય ને પ્રમુખ પદ માટે જાહેર કરવામાં આવ્યા છે

હવે આગામી દિવસમાં જયારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરે અને નિર્ધારિત સમયમાં ચૂંટણી પૂર્ણ થયે નવા રોટેશન મુજબ વિવિધ પંચાયતના મુખ્ય પદ માટે નિમણુક થશે હવે આ પ્રમુખ પદ ક્યાં પક્ષના ફાળે જશે તે આવનારો સમય જણાવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW