હળવદ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવતા સુખપર ગામમાં વર્ષ 2017 ના રોજ રામદેવ હોટલ પાસે જુના મનદુખમાં આ પાંચ જેટલા શખ્સએ જુના ઝઘડાનું મનદુઃખ રાખી જીવ લેણ હુમલો કર્યાની ઘટના બની હતી જે અંગે જે તે વખતે હળવદ પોલીસ મથકમાં આઇપીસી 307 324 323 504 506 2 અને 143 147 49 અલગ અલગ થઈ હતી આ કેસની મોરબીના એડિશનલ સેશન્સ જજ કમલ આર પંડ્યા ની કોર્ટમાં ચાલી હતી જેમાં સરકારી વકીલ સંજય સી દવે દ્વારા કરવામાં આવેલી દરિયો પોલીસ તપાસ ના પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદન આધારે પાંચ પૈકી ચાર આરોપીઓને કોર્ટે વિવિધ આરોપ દોષિત ઠેરવ્યા હતા ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મત થતા તેની સામેનો કેસ એબેટ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ હળવદના સુખપર ગામમાં રહેતા પ્રભાત લક્ષ્મણ ભાઈ પરમાર નામનો યુવાન ગામની નજીક આવેલી રામદેવ હોટલ પાસે 8 ઓગસ્ટ 2017 ના રોજ ઊભો હતો ત્યારે પ્રવીણ મકવાણા નામના શખ્સે ફોન પર વાડી બાબતે થયેલ ઝઘડામાં કેમ વધારે પડતું બોલતો હતો તેમ કહી ધમકી આપી હતી તેમજ થોડી વાર બાદ અભેસંગ કરણભાઈ ગોહિલ, પ્રવીણભાઈ ભગવાનજીભાઈ ઉર્ફે ભગુભાઈ મકવાણા ઘનશ્યામભાઈ ભગવાનભાઈ ઉર્ફે ભગુભાઈ મકવાણા મહિપાલ ઉર્ફે મહિપત અભેસંગ ગોહિલ અને ખુમાન પથુભાઈ મકવાણા સહિતના રાખીને ગેરકાયદેસર મંડળી રચી હોટેલ આવી જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન ફરિયાદી પ્રભાત ભાઈના કૌટુબિક ભાઈ અને કાકા છગન ભાઈ તેને બચાવવા વચ્ચે પડતા આરોપી એ તલવાર થી છગનભાઈને ગંભીર ઇજા પહોંચાડી હતી.ઘટનામાં જે તે વખતે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી જે બાદ કોર્ટે તમામ નેજેલ હવાલે કર્યા હતા આ ઘટનાં માં પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જ સીટ ફાઇલ કરતા કેસ મોરબી અધિક સેશન્સ જજ કમલ આર પંડ્યાની કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી ટ્રાયલ દરમિયાન મદદનિશ સરકારી વકીલ એસ સી દવે એ ફરિયાદી વતી કોર્ટમાં દલીલો કરી હતી જેમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ સંબંધિત દસ્તાવેજી પુરાવા વિવિધ સાક્ષીઓના નિવેદન વિવિધ મેડિકલ રિપોર્ટ સહિતના 21 દસ્તાવેજી પુરાવા તેમજ 16 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા આ તમામ પુરાવા આધારે કોર્ટે અલગ અલગ કલમ હેઠળ આરોપીઓને ગુનેગાર ઠેરવ્યો હતો.
કોર્ટે આરોપી પ્રથમ ચાર આરોપીને આઈપીસી 506 મુજબ 3 વર્ષની કેદ અને 5000 નો દંડ, જીપીએ એકટ 135 મુજબ 3 માસ, 143 મુજબ 3 માસ, 147 મુજબ માસ, 147 મુજબ 1 વર્ષની કેદ3 હજાર દંડ, 149 મુજબ 3 વર્ષની કેદ અને 5000 નો દંડ તેમજ 323 મુજબ 6 માસ ની કેદ અને 1000નો દંડ ફટકાર્યો હતો આ ઉપરાંત આરોપી મહિપાલ ઉર્ફે મહિપત ને આઈપીસી કલમ 307 મુજબ 7 વર્ષની કેદ અમે 10 હજારનો દંડ ફટકાર્યો હતી. આ ઘટનામાં પાંચમાં આરોપી ખુમાન પથુભાઇ મકવાણા નું ટ્રાયલ દરમિયાન અવસાન થતા કોર્ટે આરોપમાંથી એબેટ કર્યો હતો.

