મોરબી જિલ્લામાં માર્ચ મહિનાના અંતિમ સપ્તાહ પહેલા ઉનાળુ પાકનું નોધપાત્ર વાવેતર પૂર્ણ થઇ ગયું છે નર્મદાના પાણી આપવાની મુદ્દત લંબાતા હળવદ માળિયા વિસ્તારમાં ખેડૂતોએ તલ મગફળી અને બાજરી પાકનું વાવેતર કરી લીધું છે 23 માર્ચ સુધીમાં મોરબી જિલ્લામાં 15,300 હેક્ટર વાવેતર વિસ્તારમાં ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર પૂર્ણ કરી દીધું છે
આ વર્ષે જિલ્લામાં ઉનાળુ પાકમાં મુખ્યત્વે તલ, બાજરી મગફળી સહિતના પાકનું વાવેતર થયું છે. માર્ચના અંતિમ સપ્તાહ સુધીમાં વાવેતરના 65 ટકાથી વધુ વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે પાક મુજબ જોઈએ તો સૌથી વધુ 11 700 હેક્ટર વિસ્તારમાં તલનું વાવેતર થયું છે. આ ઉપરાંત 1000 હેકટરમાં ઉનાળુ મગફળી,500 હેકટરમાં બાજરી 700 હેકટરમાં શાકભાજી 1300 હેક્ટરમાં ઘાસચારો અને 100 હેકટરમાં ગુવારનું વાવેતર થયું છે આમ તો છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ વાવેતર જોઈએ તો 23 413 હેક્ટર છે.
તાલુકા મુજબ જોઈએ તો છેલ્લા ત્રણ વર્ષમાં સાથી વધુ વાવેતર નર્મદા કેનાલની સૌથી સુવિધા ધરાવતા હળવદ તાલુકામાં 15 548 હેક્ટર વાવેતર છે તો સૌથી ઓછું સરેરાશ વાવેતર માળિયા મિયાણા તાલુકાનું 641 હેક્ટર છે. જોકે આ વર્ષે નર્મદા નિગમ તરફ એપ્રિલ મહિના સુધી કેનાલમાં પાણી આપવાની કરેલી જાહેરાત ને પગલે હળવદ, માળિયા બન્ને વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે.
જેના કારણે એપ્રિલના અંતમાં જ્યારે વાવેતરનો સંપૂર્ણ આક સામે આવશે ત્યારે તેના ચિત્રમાં નોધપાત્ર વધારો થાય તેવી શકયતા સેવાઈ રહી છે મોરબી જિલ્લામાં ગયા સપ્તાહમાં ભારે પવન અને છુટા છવાયા વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદ બાદ ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે.
જિલ્લામાં 10 માંથી 7 ડેમમાં 50 ટકા કરતા ઓછું પાણી
મોરબી જિલ્લામાં ઉનાળુ પાકનું વાવેતર તો થયું છે. જોકે ડેમની સ્થિતિ સિંચાઈ માટે આપી શકાય કે તે અંગે પણ શંકા છે. કારણ કે જિલ્લામાં 10 ડેમ પૈકી બંગાવડી ડેમ સંપૂર્ણ પણે ખાલી છે તો ડેમી 1 માં માત્ર 26 ટકા પાણી નો જથ્થો છે. આં સિવાય ડેમી 3 માં 2.55 ટકા મચ્છુ 1 ડેમમાં 44 ટકા, ઘોડા ધ્રોઈ ડેમ માં 22 ટકા, પાણી જ ઉપલબ્ધ છે. તમામ ડેમ મુખ્યત્વે સિંચાઈ ના ડેમ છે.
આ સિવાય મચ્છુ 2 ડેમ 70 ટકા ભરાયેલ છે પરંતુ તે મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. હજુ સંપૂર્ણ ઉનાળો બાકી છે આવી સ્થિતિમાં સિંચાઈ માટે પાણી મળવાની શક્યતા ખુબ ઓછી છે આવી સ્થિતિમાં ખેડૂતો ઉનાળુ પાક માટે પાણી મળશે કે કેમ તે એક મોટો સવાલ છે.જેના કારણે ખેતી પર સીધી અસર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

