રાજ્ય સરકાર ના મંત્રી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને કેન્સર આવતા તાજેતરમાં મુંબઈ ખાતે તેમનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું .કાંતિભાઈ સ્વસ્થ થઇ રહ્યા છે અને ધીમે ધીમે તેમની રોજીંદી જિંદગી તરફ વળી રહ્યા છે અને આગામી 27 મી ના રોજ તેઓ ઓપરેશન બાદ મોરબી પરત ફરી રહ્યા છે કાંતિભાઈનું જયારે ઓપરેશન હતું ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં હનુમાન ચાલીસાના પાઠ કરી કાન્તીભાઈના સ્વસ્થ થવાની પ્રાર્થના થઇ હતી.હવે જયારે કાન્તીભાઈ પરત ફરી રહ્યા છે ત્યારે મોરબી માળિયા ના મતદારોનો આભાર વ્યક્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેના ભાગરૂપે તા 27ના રોજ સારેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રેલી તા 27 ના રોજ સાંજે 6 વાગ્યે શહેરના દરબારગઢથી નીકળશે અને નેહરુ ગેટ ચોક અને ત્યાંથી મહાનગરપાલિકા કચેરી પહોચશે મહાનગરપાલિકા કચેરી ગેટ સામેથી રવાપર રોડ થી બાપા સીતારામ ચોક ખાતે રેલી પૂર્ણ કરવામાં આવશે અને રાત્રે 8 :30 વાગ્યે સભામાં પરિણમશે.કાન્તીભાઈ સભાને સંબોધી મતદારો અને તેમના હિતેચ્છુઓ તેમજ પક્ષના કાર્યકરોનો અને શહેરીજનોનો આભાર વ્યક્ત કરી તેમના આશીર્વાદ મેળવશે

