HomeGujaratહળવદ-માળીયા હાઈવે પર છોડને પાણી પાતા ટેન્કર સાથે ટ્રક અથડાયો અકસ્માત એકનું...

હળવદ-માળીયા હાઈવે પર છોડને પાણી પાતા ટેન્કર સાથે ટ્રક અથડાયો અકસ્માત એકનું મોત એકને ઈજા

મોરબી તાલુકાના રાપર ગામ પાસે હળવદ-માળીયા હાઈવે પર  ગત તા. ૨૦ માર્ચ ના રોજ બપોરના સવા બે વાગ્યાની આસપાસ એક જીવલેણ રોડ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં  GJ36V8986  મારુતી સુઝુકી સુપરકેરી લોડીંગ વાહનના ચાલક સાજનકુમાર હરજીભાઈ દેલવાણીયા નામના  21 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસ ફરિયાદ આધારે મળતી  માળિયા તાલુકાના ખાખરેચી ગામના  કમલેશભાઈ દેવાભાઈ પાંચીયા દ્વારા GJ12AT7713 ચલાવવામાં આવતા ટ્રક ટેન્કરમાં તેમના  સહયોગીઓ હાઈવેના ડિવાઈડરમાં નાના છોડવાઓને પાણી પીવડાવી રહ્યા હતા. ટેન્કરના પાછળના ભાગે મોટી લાલ રંગની સ્ટોપ લાઈટ લગાવેલી હોવા છતાં, સાજનકુમાર દેલવાણીયા નામના એક ટ્રક ચાલકે  પોતાનું વાહન પૂરપાટ ઝડપે ચલાવ્યું અને રોડ પર પૂરતું ધ્યાન ન આપતાં ટેન્કરના પાછળના ભાગે ધડાકાભેર અથડાવી દીધું. આ અથડામણમાં સાજનકુમારને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમની સારવાર ચાલુ હતી  ગત  તા. ૨૨ના રોજ સારવાર દરમિયાન અવસાન થયું હતું. અકસ્માતમાં તેમના સગા ભાઈ વિષ્ણુ હરજીભાઈ દેલવાણીયા પણ ઘાયલ થયા હતા, જેમને કપાળ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી.

આ ઘટના બાબતે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ અકસ્માતની તપાસ હાથ ધરી છે અને વાહન ચાલકની બેદરકારીને કારણે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW