HomeGujaratમોરબી મનપાનું રૂ.1132 કરોડનું બજેટ રજુ સિટીના વિવિધ રોડને મુખ્ય રોડ સાથે...

મોરબી મનપાનું રૂ.1132 કરોડનું બજેટ રજુ સિટીના વિવિધ રોડને મુખ્ય રોડ સાથે જોડવા 55 કરોડ ખર્ચશે

મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ પ્રથમ વર્ષ 2025-26નું રૂ. 783 કરોડનું બજેટ તૈયાર કરી તેની અમલવારી કરવામાં આવી હતી રજુ કરાયેલ તે બજેટના કેટલાક કામ થયા જયારે હજુ ઘણા પ્રોજેક્ટ માત્ર હવામાં છે, ત્યા આજે મહાનગર પાલિકા વહીવટદાર કિરણ ઝવેરી અને કમિશ્નર સ્વ્પનીલ ખરે દ્વારા વર્ષ 2026-27 માટેનું રૂ. 1132 કરોડનું બજેટ  રજૂ કરવામાં આવ્યું હતું. જે ગત વર્ષની સરખામણીમાં રૂ. 349 કરોડ વધારે છે

વહીવટદાર કમિશનર તથા મોરબી મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ગત વર્ષના બજેટની વિગતવાર સમીક્ષા સાથે સાથે ચાલુ વિકાસ કામોની પ્રગતિ અને આવનારા વર્ષ માટેની પ્રાથમિકતાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ તેનો  મુખ્ય ઉદ્દેશ પારદર્શકતા જાળવીને નાગરિકોને વિકાસ કાર્યો અંગે માહિતગાર કરવા તથા નાગરિકોની ભાગીદારી વધારવાનો રહ્યો હતો. વર્ષ 2025-26 માટે મોરબી મહાનગરપાલિકાનું કુલ બજેટ રૂ. 783.02 કરોડ હતું, જેના અંતર્ગત શહેરમાં માર્ગ-વ્યવસ્થા, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, શહેરી હરિયાળી અને જાહેર સુવિધાઓના વિકાસ માટે વિવિધ મહત્વપૂર્ણ કામો હાથ ધરવામાં આવ્યા હતા. આ તમામ કામોની પ્રગતિ અને સિદ્ધિઓ સમીક્ષાત્મક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાએ “સિટિઝન્સ બજેટ” જેવી અનોખી પહેલ દ્વારા નાગરિકોને સીધા બજેટ પ્રક્રિયામાં જોડવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલ અંતર્ગત શહેરના નાગરિકો પાસેથી વિકાસ માટેના સૂચનો મંગાવવામાં આવ્યા હતા, જેમાં કુલ 149 સૂચનો પ્રાપ્ત થયા હતા. તેમાંથી 64 સૂચનોને ગ્રાહ્ય રાખીને આવનારા વર્ષના બજેટમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જે નાગરિકોના સક્રિય સહભાગિતાનો સકારાત્મક પ્રતિબિંબ  હોવાનો દાવો કર્યો હતો. આવનારા વર્ષ 2026-27 માટે મોરબી મહાનગરપાલિકાનું કુલ બજેટ રૂ. 1132.38 કરોડ નક્કી કરવામાં આવ્યું છે, જે શહેરના વ્યાપક અને ઝડપી વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ વર્ષના બજેટ માટે “મારવેલસ મોરબી 2.0” થીમ રાખવામાં આવી છે, જેના અંતર્ગત મોરબીને આધુનિક, સ્વચ્છ, સુવ્યવસ્થિત અને નાગરિકમૈત્રી શહેર તરીકે વિકસાવવા માટે  આયોજન કરવામાં આવ્યું છે. આવનારા વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવનારા મુખ્ય વિકાસ કામોની યાદી નીચે મુજબ છે:

આઉટગ્રોથ કનેક્ટિવિટી રોડ – રૂ. 55 કરોડ

શહેરના વિવિધ વિસ્તારોને મુખ્ય માર્ગો સાથે જોડવા માટે નવા કુલ-06  રોડ ને કનેક્ટવિટી રોડ બનાવવામાં આવશે જેમાં લીલાપર રોડ, રવાપર રોડ, દલવાડી સર્કલ રોડ, પંચાસર રોડ, વાવડી રોડ, નવલખી રોડને જોડતો કેનાલ રોડ નો સમાવેશ કરવામાં આવેલો છે. જેથી ટ્રાફિકનું દબાણ ઓછું થશે અને વિકાસનેગતિ મળશે.

વોકેબલ મોરબી –રોડ બ્યુટીફીકેશન(રૂ. 20 કરોડ)

વોકેબલ મોરબી” અંતર્ગત શહેરના મણી મંદિર થી શક્તિ પ્લોટ, સુપર ટોકીઝ થી રેલવેસ્ટેશન, આસ્વાદ પાન થી જડેશ્વર મંદિર, હીરાસરી રોડ, અવની રોડ, રવાપર રોડ, વાવડી રોડ, જુના બસસ્ટેન્ડ થી નહેરુ ગેટ,નહેરુ ગેટ થી મહાનગરપાલિકા કચેરી વગેરે રસ્તાઓ પર ફૂટપાથ, સ્ટ્રીટ ફર્નિયર, ગ્રીન પટ્ટી, સાઇનેજ અને પાદચારીઓ માટે સલામત વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

24 સર્કલનું નવીનીકરણ – રૂ. 8.51 કરોડ

શહેરના મુખ્ય 24 સર્કલનું આધુનિક ડિઝાઇન સાથે નવીનીકરણ કરવામાં આવશે, જેમાં સ્વામી વિવેકાનંદ સર્કલ, ગાંધી ચોક સર્કલ, અરુણોદય સર્કલ, પંચાસર સર્કલ, લીલાપર સર્કલ વગેરે જેવા સર્કલ નું નવીનીકરણ કરવામાં આવશે. જેમાં લાઇટિંગ, લેન્ડસ્કેપિગ અને ટ્રાફિક મેનેજમેન્ટનો સમાવેશ થશે.

9 મુખ્ય રસ્તાઓનું બ્યુટીફીકેશન – રૂ. 15 કરોડ

શહેરના પ્રાથમિક માર્ગો જેવા કે રવાપર, ત્રાજપર રોડ, સર્કિટ હાઉસ રોડ, પંયાસર મેઈન રોડ, શનાળા મેઈન રોડ વગેરે માર્ગોને આકર્ષક અને સુવ્યવસ્થિત બનાવવા માટે રોડસાઈડ ગ્રીનરી, લાઈટિંગ અને ફસાડ ઈમ્પ્રુવમેન્ટ કરવામાં આવશે.

વાઇટ ટોપિંગ રોડ – રૂ. 32.57 કરોડ

લાંબા ગાળે ટકાઉ અને ઓછી જાળવણીની જરૂરિયાત ધરાવતા શહેરના ચક્કર રોડ, એસ.પી.રોડ તથા વેલનાથ થી નેશનલ હાઈવે રોડ સુધી એમ કુલ- ૦૩ રોડ ને વાઇટ ટોપિંગ(કોન્ક્રીટ) રોડ બનાવવામાં આવશે, જે ટ્રાફિક માટે વધુ સુગમ રહેશે.

નવા રસ્તા અને રીસરફેસિંગ – રૂ. 70 કરોડ

શહેરના કુલ ૨૨ રસ્તા પૈકી શનાળા રોડ, રવાપર રોડ, અવની રોડ, રેલવેસ્ટેશન રોડ, એસ.પી રોડ વગેરે નવા રસ્તાઓ તરીકે વિકસાવામાં આવશે તેમજ જૂના રસ્તાઓનું રીસર્ફેસિંગ કરીને માર્ગ વ્યવસ્થાને મજબૂત નહેરુ ગેટ થી દરબારગઢ હેરીટેજ વોક-વે – રૂ. 15 કરોડ

શહેરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા માટે નહેરુ ગેટથી દરબારગઢ સુધી હેરીટેજ વોક-વે વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ પેવમેન્ટ સુધારણા, હેરીટેજ લાઇટિંગ, સિટિંગ એરીયા, સાઇનેજ અને ટૂરિસ્ટ-ફ્રેન્ડલી સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

મણીમંદિર 3D ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શો – રૂ. 3.19 કરોડ

મણીમંદિર ખાતે આધુનિક ટેક્નોલોજી આધારિત 3D લાઈટ અને સાઉન્ડ શો શરુ કરવામાં આવશે, જે શહેરના ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાને જીવંત રીતે રજૂ કરશે અને પર્યટનને પ્રોત્સાહન આપશે.

વોટર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અપગ્રેડેશન – રૂ. 49.51 કરોડ

શહેરના તમામ વિસ્તારોમાં સમાન અને નિયમિત પાણી મળી રહે તે માટે સરદાર બાગ, પંચાસર અને વિ.સીપરા વિસ્તારમાં પાણી પુરવઠા સુવિધાને સુધારવા માટે વોટર ડિસ્ટ્રિબ્યુશ નેટવર્ક અપગ્રેડ કરવામાં આવશે,

બે નવા STPનું નિર્માણ – રૂ. 78 કરોડ

ગટર પાણીના શુદ્ધિકરણ માટે શહેરના ઇસ્ટ ઝોન તથા વેસ્ટ ઝોન વિસ્તારમાં બે નવા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે, જે પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ રહેશે.

ડ્રેનેજ લાઇન વિકાસ – રૂ. 21,97 કરોડ

ડ્રનેજ લાઈને વિકાસ-રૂ 21 .97  કરોડ શહેરમાં વરસાદી અને ગટર પાણીની યોગ્ય નિકાસ માટે ફેઝ- 1 તથા ફેઝ-2  ની નવી ડ્રેનેજ લાઈનો બાંધવામાં આવશે તથા જૂની લાઈનોમાં સુધારો કરવામાં આવશે.જેમાં ફેઝ-01 માં નહેરુગેટ થી દરબારગઢ વિસ્તાર, કંસારા શેરી, નાગનાથ શેરી, લુહાણાપરા વગેરે. તથા ફેઝ-૦ર માં લાયન્સ નગર, માધાપર, મહેન્દ્રનગર વગેરે વિસ્તારો નો સમાવેશ કરવામાં આવેલો છે. માર્કેટ રીડેવલપમેન્ટ – રૂ. 35 કરોડ
માંર્કેટ રોડ વ્હેપમેન્ટ – રૂ. 35 કરોડ શહેરના કુલ 05 માર્કેટ જેવા કે ત્રિકોણ બાગ, મુખ્ય માર્કેટ, દીનદયાળ માર્કેટ, માધાપર માર્કેટ તથા કુળદેવીપાન વિસ્તારોને આધુનિક બનાવી વેપારીઓ અને ગ્રાહકો માટે વધુ સુવિધાજનક બનાવવામાં આવશે.

યાંત્રિક સફાઈ – 3 રોડ સ્વીપર – રૂ. 1 કરોડ

શહેરમાં આધુનિક મશીનરી દ્વારા સફાઈ માટે ૩ રોડ સ્વીપર મશીનો કાર્યરત કરવામાં આવશે, જે સ્વચ્છતા સ્તરને વધુ ઊંચું લાવશે.
6 નવા ગાર્ડન – રૂ. 11 કરોડ

નાગરિકો માટે આરામદાયક અને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવા માટે નાની વાવડી, જનકલ્યાણ, રાણીબાગ, એલ.ઈ કોલેજ પાસે, મોહન બાગ, ભક્તિનગર ખાતે નવા ગાર્ડન વિકસાવવામાં આવશે.
6 તળાવ બ્યુટીફીકેશન – રૂ. 72 કરોડ

શહેરના તળાવોનું સૌંદર્યવર્ધન, સફાઈ અને વિકાસ કરીને રિક્રિએશનલ સ્પેસ તરીકે વિકસાવવામાં આવશે.જેમાં લીલાપર, ગોકુલનગર, નાનીવાવડી, રવાપર, સાવસર અને શનાળા વગેરે જેવા સ્થળીએ તળાવના બ્યુટીફીકેશન ના કામ કરવામાં આવશે.

પોકેટ ગાર્ડન, બોટેનિકલ ગાર્ડન અને ઓક્સીજન પાર્ક – રૂ. 8 કરોડ, બોટેનિકલ ગાર્ડન અને ઓક્સીજન પાર્ક, શહેરમાં નાના ગ્રીન સ્પેસ, વિશિષ્ટ બોટેનિકલ ગાર્ડન અને ઑક્સીજન પાર્ક ઉભા કરવામાં આવશે, જે પર્યાવરણ સુધારવામાં મદદરૂપ થશે. સ્ટ્રીટ લાઈટ વિથ પોલ – રૂ. 5 કરોડ  શહેરના કાલીન્દ્રી નદી થી જુના ઘૂટું રોડ, રાજપર રોડ, નવલખી રોડ થી શ્રધ્ધા પાર્ક, મહેન્દ્રનગર ચોકડીથી પીપળી હદ સુધી, બોરિયા પાટી થી લીલાપર ગામ સુધી સામેની સાઈડ વગેરે વિસ્તારોમાં નવી સ્ટ્રીટ લાઇટ્સ  લગાવવામાં આવશે, જેથી સુરક્ષા અને સુવિધામાં વધારો થશે. ડાયનેમિક લાઈટિંગ – રૂ. 5 કરોડ શહેરના ઐતિહાસિક સ્થળો વાંકાનેર દરવાજા, ખાખરેચી દરવાજા, કુબેરનાથ વાવ જગ્યાઓ પર આકર્ષક ડાયનેમિક લાઈટિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, જે શહેરની સુંદરતા વધારશે. મોડર્ન લાઈબ્રેરી – રૂ. 30 કરોડ હીરાસરી, શનાળા, મહેન્દ્રનગર, માળિયા-વનાળીયા ખાતે આધુનિક સુવિધાઓ સાથે નવી ૪ મોર્ડન લાઈબ્રેરી બનાવવામાં આવશે, જેમાં ડિજિટલ રિસોર્સિસ અને વાંચન માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ થશે. કેસરબાગ ખાતે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ – રૂ. 10.27 કરોડ કેસરબાગ વિસ્ત
કેસરબાગ ખાતે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ – રૂ. 10.27 કરોડ ક્રીડા અને આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે કેસરબાગ વિસ્તારમાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે.

એનિમલ હોસ્ટેલ – રૂ. 5 કરોડ

એનિમલ હોસ્ટેલ – રૂ. 5 કરોડ રખડતા પશુઓ માટે યોગ્ય સંભાળ અને નિવાસ માટે મહેન્દ્રનગર, શનાળા, નાનીવાવડી, રવાપર તથા સબજેલ પાસે એનિમલ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે.
આ તમામ પ્રોજેક્ટ્સ દ્વારા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ, ટ્રાફિક વ્યવસ્થા, જાહેર સુવિધાઓ અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને હેરીટેજ વિકાસ, ગ્રીન સ્પેસ વધારવા, સ્માર્ટ રોડ્સ, આધુનિક લાઈટિંગ અને પાણી-ગટર વ્યવસ્થાના મજબૂતીકરણ જેવા ક્ષેત્રોમાં વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ રીતે “મારવેલસ મોરબી 2.0” થીમ હેઠળ રજૂ થયેલું 2026-27નું બજેટ મોરબી શહેરને એક આધુનિક,સુવ્યવસ્થિત અને વિકાસશીલ શહેર તરીકે આગળ વધારવા માટેનો દૃઢ અને દિશાસૂચક દસ્તાવેજ સાબિત થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW