HomeGujaratટંકારા નજીક આઇસરે રીક્ષાને હડફેટે લેતા 9 વર્ષના બાળકનું મોત, ત્રણને ઇજા

ટંકારા નજીક આઇસરે રીક્ષાને હડફેટે લેતા 9 વર્ષના બાળકનું મોત, ત્રણને ઇજા

મોરબીના શનાળા બાયપાસ પાસે કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ પચ્ચીસ વારિયા બ્લોકમાં રહેતા સંજયભાઈ ગંગારામભાઈ ઉધરેજાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં આઇસર વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, આરોપી પોતાના કબજામાં રહેલું આઇસર (નં. GJ-07-YY-5025) બેદરકારીપૂર્વક અને પૂરઝડપે ચલાવી રહ્યો હતો. આ દરમિયાન રોડની સાઇડમાં ઉભેલી ફરીયાદીની અતુલ કેરી રીક્ષા (નં. GJ-12-AY-1470)ને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ફરીયાદીના સાસુ લીલાબેન હાકાભાઈ માંગડિયા (ઉંમર 50)ને માથામાં ગંભીર ઈજા સાથે ડાબા ખભામાં ફ્રેક્ચર થયું હતું. ઉપરાંત, ફરીયાદીના સાળા નવલભાઈની પત્ની જયશ્રીબેનને જમણા હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી હતી, જ્યારે સસરા હાકાભાઈને શરીરે ઇજા પહોંચી હતી. અકસ્માતમાં નવલભાઈના 9 વર્ષના પુત્ર હરીને જમણા પગ સહિત શરીરે ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું હતું.

આ બનાવને લઈ ટંકારા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW