HomeGujaratટંકારા ખાતે 7 કિમી મેરેથોનમાં અરવિંદભાઈ પટેલની સતત બીજીવાર જીત

ટંકારા ખાતે 7 કિમી મેરેથોનમાં અરવિંદભાઈ પટેલની સતત બીજીવાર જીત

શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી ટ્રસ્ટ અને આર્ય સમાજ ટંકારા દ્વારા તા. 14 ફેબ્રુઆરી 2026ના રોજ 7 કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

40 વર્ષથી વધુ વયના પુરુષોના વર્ગમાં નેસડા (સુરજી) ગામના રહેવાસી અને મોરબી પોલીસમાં ફરજ બજાવતા અરવિંદભાઈ દેવશીભાઈ વિરમગામાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેઓ ગયા વર્ષે પણ આ જ સ્પર્ધામાં વિજેતા રહ્યા હતા. આ વર્ષે પણ સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન મેળવતા તેમને અભિનંદનો મળી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW