HomeGujaratમોરબીમાં લુડો કિંગ પર જુગાર રમતા બે ઈસમ ઝડપાયા

મોરબીમાં લુડો કિંગ પર જુગાર રમતા બે ઈસમ ઝડપાયા

મોરબી શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન અવની ચોકડી નજીક કેનાલ પાસે જુગાર રમાતો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પર તપાસ કરતાં બે ઈસમ મોબાઈલમાં લુડો કિંગ ગેમ મારફતે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ઝડપાયા હતા.

પોલીસે મહમદભાઈ ઇલ્યાસભાઈ સાઇબાની (ઉ.વ. 23, રહેવાસી કબીર ટેકરી શેરી નં. 1, મોરબી) તેમજ મનિષભાઈ જયકિશનભાઈ અનાવડિયા (ઉ.વ. 25, હાલ અવની ચોકડી દુકાનમાં રહેતા, મૂળ રહેવાસી એસબીઆઈ બેંક વાળી ગલી, મિલની ચાલી, રતનપર, સુરેન્દ્રનગર)ને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા.

આરોપીઓ પાસેથી રૂપિયા 10,250ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે. આ મામલે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW