HomeGujaratમોરબીમાં સફાઈ કામ કરતા મહિલા કર્મી સાથે કાર અથડાતા ઈજાગ્રસ્ત

મોરબીમાં સફાઈ કામ કરતા મહિલા કર્મી સાથે કાર અથડાતા ઈજાગ્રસ્ત

મોરબી જિલ્લાના રાજપર ચોકડી નજીક ઘુનડા રોડ પર એક ગંભીર રસ્તા અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં હવાલા કામના આરોપી ચાલક દિલીપભાઈ દ્વારા ચલાવવામાં આવતી GJ-36 F 9655 નંબરની અલ્ટ્રો ગાડી એ ફુલ સ્પીડમાં આવીને સફાઈ કરી રહેલી મહિલાને ટક્કર મારી હતી.

ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલાનું નામ સંગીતાબેન ઝાલા છે. અકસ્માતમાં તેમને શરીરે છોલછાલની ઈજાઓ સાથે કમરના મણકાના ભાગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને તેમની સારવાર ચાલુ છે.મળતી વિગતો અનુસાર, ચાલક દિલીપભાઈ રાજપર ચોકડીથી ઘુનડા રોડ તરફ જઈ રહ્યા હતા ત્યારે ફુલ સ્પીડમાં ગાડી ચલાવીને આ અકસ્માત સર્જ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW