HomeGujaratમહેન્દ્રનગર નજીક એક રાતમાં આગની બે ઘટના સદનસીબે જાનહાની નહી

મહેન્દ્રનગર નજીક એક રાતમાં આગની બે ઘટના સદનસીબે જાનહાની નહી

મોરબી શહેરમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગવાના બે અલગ અલગ બનાવો નોંધાયા હતા. ફાયર કંટ્રોલ રૂમ 101 પર મળેલી જાણના આધારે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે બંને બનાવોમાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

પ્રથમ બનાવ રાત્રે અંદાજે 09:16 વાગ્યે મહેન્દ્રનગર વિસ્તારમાં રામધામ આશ્રમ સામે આવેલા સુપર માર્કેટ કોમ્પ્લેક્સમાં બન્યો હતો. અહીં એક દુકાનમાં અજાણ્યા કારણોસર આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તુરંત સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

બીજો બનાવ રાત્રે અંદાજે 12:40 વાગ્યે મહેન્દ્રનગર ચોકડી નજીક વ્યારા પેટ્રોલ પંપ સામે કાર સ્પા પાસે બન્યો હતો. અહીં કચરો સળગાવવાના કારણે આગ ભભૂકી ઊઠી હતી અને કાબુ બહાર જતાં ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.

બંને સ્થળે ફાયર બ્રિગેડની ટીમે ઝડપી કામગીરી કરી આગને કાબૂમાં લઈ લીધી હતી. ફાયર ટીમની સતર્ક કામગીરીના કારણે મોટી દુર્ઘટના સર્જાતી પહેલા જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. બંને બનાવોમાં કોઈ જાનહાની કે ગંભીર નુકસાન નોંધાયું નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW