હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામમાં દુર્ઘટનાજન્ય મોતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ નવા વેગડવાવ ગામે ત્રિભોવનભાઈ જહાભાઈ સોનગ્રાના ખેતરમાં ઘઉં કાપવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે ત્યાં કામ કરતા નવદીપસિંહ બચીતરસિંહ જાટ (ઉ.વ.20), મૂળ પંજાબના રહીશ, કટર મશીન પર પાછળથી ચડતા હતા.
તે દરમિયાન ખેતર ઉપરથી પસાર થતી ઇલેક્ટ્રિક લાઇનના તારને અડી જતા તેમને જોરદાર ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ બનેલા યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે જાણ થતાં હળવદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

