મોરબી શહેરના શનાળા રોડ સ્થિત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા કાનજીભાઈ મોહનભાઈ મકવાણા નામના આધેડ વ્યક્તિએ ગત રોજ પોતાના નિવાસસ્થાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
આ બનાવ અંગે માહિતી મળતા મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે અકસ્માત મોત (એડી)ની નોંધ કરીને સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.

