HomeGujaratઆયુષ હોસ્પિટલના ડો. સત્યજીતસિંહ જાડેજાએ પડકારભર્યા મરણાવસ્થામાં આવેલા દર્દીને સચોટ સારવારના પગલે...

આયુષ હોસ્પિટલના ડો. સત્યજીતસિંહ જાડેજાએ પડકારભર્યા મરણાવસ્થામાં આવેલા દર્દીને સચોટ સારવારના પગલે નવુ જીવન આપ્યું

મોરબીની આયુષ હોસ્પિટલમાં 3 માર્ચ, 2026ના રોજ 63 વર્ષના દર્દીને ઇમરજન્સી વિભાગમા દાખલ કરવામાં આવ્યા હતા. જેમની ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાયુ કે, દર્દીનું હૃદય બંધ પડી ગયું છે તેમજ દર્દીનું ઓકિસજન લેવલ માત્ર 50% છે અને દર્દીનું બીપી અતિશય માપી ન શકાય એટલુ ઓછુ છે. આમ દર્દીની મરણાવસ્થાને ધ્યાનમાં લેતા ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક વેન્ટીલેટર પર મુકવાની સાથે-સાથે, આયુષ હોસ્પિટલ ની ટીમ દ્વારા હૃદયને કૃત્રિમ રીતે CPR આપીને પંપીંગ આપવામાં આવ્યું તેમજ જરૂર દવાઓ આપવામાં આવી અને દર્દીનું સાવ બંધ પડી ગયેલુ હૃદય ફરીથી ધબકાવવામા આવ્યુ, ત્યાર બાદ દર્દીને ડો. સત્યજીતસિંહ જાડેજાની સારવારમાં આઈ સી.યુ મા દાખલ કરવામાં આવ્યા અને આ મરણાવસ્થામાં આવેલા દર્દીની સચોટ નીદાન અને સારવાર ના પગલે માત્ર 6 દિવસમાં દર્દીને હસતા મોઢે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

આમ ક્રિટિકલ ક્ષેત્રમાં આ પ્રકારના મરણાવસ્થામાં આવેલા કેસ ખુબ જ જટિલ અને પડકારભર્યા હોય છે અને આવા જ કેસમાં આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા સતત સફળતા અપાવી અનેક દર્દીને નવજીવન આપવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW