HomeGujaratહળવદમાં નર્મદા કેનાલ પાસે અલ્ટો કારમાંથી 300 બિયર ટીન સાથે બે ઝડપાયા

હળવદમાં નર્મદા કેનાલ પાસે અલ્ટો કારમાંથી 300 બિયર ટીન સાથે બે ઝડપાયા

હળવદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઇંગોરાળા-મયાપુર રોડ પર નર્મદા કેનાલના નાળાની પાસે, પ્રકાશનગર તરફથી આવતી એક શંકાસ્પદ મારુતિ અલ્ટો કાર (રજિસ્ટ્રેશન નંબર GJ-05-JR-0966)ને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી બિયરનાં 300 ટીન મળી આવ્યા હતા, જેણી અંદાજિત કિંમત રૂપિયા 63,720 થાય છે.

પોલીસે કાર સહિત કુલ રૂપિયા 2,26,720નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં કારની અંદાજિત કિંમત રૂપિયા 2,00,000 ગણવામાં આવી છે. આ મામલે પોલીસે સુરેશભાઈ કંદુભાઈ રાઠવા (મૂળ રહે. છોટાઉદેપુર) તથા મહેન્દ્રભાઈ ઉર્ફે મુન્નો ભીમાભાઈ જીંજુવાડિયા (રહે. નવું ઇશનપુર, હળવદ)ને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW