મોરબીના પીપળી ગામથી આવી રહેલી જીજે 36 AJ 2116 નંબરની શિફ્ટ કારમાં શનિવારે વહેલી સવારે ટીંબડી ગામના પાટિયા નજીક અચાનક ધુમાડા નીકળવા લાગતા કાર ચાલક બહાર નીકળી ગયો હતો. ગણતરીની મિનીટમાં કારમાં આગ ફાટી નીકળતા કાર ચાલકે તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આગનું કારણ સામે આવ્યું નથી.જોકે શોક સર્કીટ થી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કાર ચાલકની સતર્ક તા ને કારણે જાન હાની થતા અટકી ગઈ હતી

