મોરબી જિલ્લાના નાનાદહીસરા ગામની એક વિદ્યાર્થીનીએ રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી જિલ્લામાં ગૌરવ વધાર્યું છે.
મોરબી સ્થિત જવાહર નવોદય વિદ્યાલય (PM Shree School)માં અભ્યાસ કરતી વિશ્વા ભાડજાએ ચેન્નઈ ખાતે Indian Prodigy Academy દ્વારા આયોજિત 17મી નેશનલ લેવલ સ્પર્ધામાં ચેમ્પિયન રેન્ક હાંસલ કરી અનોખી સિદ્ધિ મેળવી છે. આ સ્પર્ધાની પરીક્ષા તા. 4 જાન્યુઆરી 2026ના રોજ યોજાઈ હતી. જેમાં વિશ્વાએ માત્ર 15 મિનિટના સમયમાં 50 ગણિતના ઉદાહરણો ઉકેલી પોતાની ઝડપી ગણિતીય ક્ષમતા અને એકાગ્રતા દર્શાવી હતી.
વિશ્વાની આ સિદ્ધિથી જવાહર નવોદય વિદ્યાલય મોરબી, તેના શિક્ષકો, પરિવારજનો તેમજ નાનાદહીસરા ગામમાં ખુશીની લાગણી વ્યાપી છે. શાળાના શિક્ષકો અને સ્ટાફ દ્વારા વિશ્વાને અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.

