શિક્ષક પર શાળામાં શિક્ષણ આપવાની સાથે સંસ્કારના ઘડતરની જવાબદારી છે તેના છાત્રોને કોઈ પણ વ્યસનના રવાડે ચડતા લોકોને બચાવવાનું કામ છે પણ જો શિક્ષક જ પોતે તેના વિદ્યાર્થીની હાજરીમાં દારૂનો નશો કરે તો બાળકના માનસ પર કેવી અસર થાય મોરબીની આંદરણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની ગરિમા લજવાય તેવી ઘટના બની હતી શાળામાં ફરજ બજાવતા શિક્ષક રાજુભાઈ ખીમજીભાઈ પરમાર શુક્રવારે બાળકોને ભણાવતા હતા ત્યારે નશાની હાલત માં જેથી આ અંગેની જાણ વિધાર્થીઓએ વાલીને કરતા વાલીએ ગામના નિવૃત આર્મીમેન અનીલભાઈ સંઘાણીએન કરતા તેઓ ગામના સરપંચના પતિ નિતેશભાઈ મનજીભાઈ ચાવડા સાથે શાળાએ પહોચ્યા હતા જ્યાં શિક્ષક નશાની હાલતમાં ભાન ભૂલી ગયા હતા જેથી તેઓએ ઠપકો આપી તેનો વિડીયો બનાવ્યો હતો આ દરમિયાન વર્ગ ખંડમાં રાખેલી એક પ્લાસ્ટિક કોથળીમાંથી વિદેશી દારૂનો બોટલ મળી આવી હતી ગામના આગેવાને આ અંગે પોલીસને જાણ કરી હતી જોકે પોલીસ ત્યાં પહોચે તે પહેલા શિક્ષક ચાલતી પકડી હતી
બનાવ અંગે ગામના આગેવાને તાલુકા પોલીસ મથકમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

