હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દારૂ સાથે બે યુવકોને ઝડપી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ ટીમ ટાઉનબીટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે હળવદ નજીક વેગડવાવ ફાટક પાસે ઈશનપુર રોડ પર એક શંકાસ્પદ કાર નજરે ચડતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હુંડાઈ કંપનીની આઈ-20કાર નં. GJ-01-KB-5656માંથી અલગ-અલગ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો.
પોલીસે કારમાંથી કિંગફિશર એક્સ્ટ્રા સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના 500 એમ.એલ.ના 24 ટીન કિંમત રૂ.4,800 , માઉન્ટન 6000 ઓરિજિનલ સુપર સ્ટ્રોંગ બિયરના 72 ટીન કીમત રૂ.14,400 તથા ગોવા વ્હિસ્કીની 180 એમ.એલ.ની 50 બોટલ કીમત રૂ. 5,000 કબજે કરી હતી. આમ કુલ રૂ. 24,200નો દારૂ અને રૂ.2 લાખ કિંમતની કાર સહિત કુલ રૂ.2,24,200નો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.
આ મામલે પોલીસે કારમાં રહેલા ધ્રુવ ઠાકરશીભાઈ પરમાર (ઉ.વ.19) અને ધ્રુમિત જયંતિભાઈ સોનાગ્રા (ઉ.વ.19), રહે. સ્વામિનારાયણ નગર, હળવદને ઝડપી પાડી તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

