HomeGujaratમાઉન્ટ આબુમાં મોરબીના વિદ્યાર્થીઓની સિદ્ધિ: હિલ રનિંગમાં ગોલ્ડ-સિલ્વર મેડલ

માઉન્ટ આબુમાં મોરબીના વિદ્યાર્થીઓની સિદ્ધિ: હિલ રનિંગમાં ગોલ્ડ-સિલ્વર મેડલ

મોરબી: રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે આયોજિત એડવેન્ચર તાલીમમાં મોરબીના ત્રાજપર ગામની મહાત્મા ગાંધી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા તેમજ મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

તા. 20 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી 2026 દરમિયાન માઉન્ટ આબુ સ્થિત ‘સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ (SVIM)’ ખાતે 9થી 13 વર્ષની ઉંમરના બાળકો માટે 360મો એડવેન્ચર કોર્સ યોજાયો હતો. આ તાલીમમાં મહાત્મા ગાંધી વિદ્યાલય, ત્રાજપરના ચાર વિદ્યાર્થીઓ કૃષ્ણા કટારા, જૈનિશ ધંધુકિયા, અયાન કડીવાર અને યશરાજ ધંધુકિયાએ ભાગ લઈને કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો અને પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા.

કોર્સ દરમિયાન યોજાયેલી નકલેક હિલ રનિંગ સ્પર્ધામાં 10 વર્ષીય અયાન રહીમભાઈ કડીવારે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે 9 વર્ષીય યશરાજ રવિભાઈ ધંધુકિયાએ દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ જીત્યો હતો. વિદ્યાર્થીઓને વર્લ્ડ રેકોર્ડ ધારક પ્રેમાંશંકર પંડ્યાના હસ્તે મેડલ, ટી-શર્ટ તેમજ ગિફ્ટ વાઉચર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ખાસ વાત એ છે કે આ તમામ વિદ્યાર્થીઓ શ્રમિક પરિવારમાંથી આવે છે. શાળાના સંચાલક લાલજીભાઈ કુનપરાના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી વિદ્યાર્થીઓએ કઠોર મહેનત કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ ઉપલબ્ધિથી શાળા પરિવાર તેમજ મોરબી વિસ્તારમાં ખુશીની લાગણી ફેલાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW