મોરબી શહેરના ડિવાઈન પાર્ક વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધા સવિતાબેન છગનભાઈ પાંચોટીયાએ ગત તા. 5ના વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ તેમના જ એપાર્ટમેન્ટની છતમાં આવેલી ઓરડીમાં અગમ્ય કારણોસર ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો હતો. બનાવને પગલે પરિવારમાં પણ શોક નું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતા પરિજનો સવિતાબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે પીએમ કરી એ-ડીવીઝન પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે એ-ડીવીઝન પોલીસે પરિજનોના નિવેદન આધારે એડી નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાં 75 વર્ષીય વૃધ્ધાએ ફાંસો લગાવી કર્યો આપઘાત
RELATED ARTICLES

