HomeGujaratમોરબીની મહાત્મા ગાંધી વિદ્યાલયના બાળકોએ 360 મો એડવેન્ચર કોર્સ સફળતા પૂર્વક પૂર્ણ...

મોરબીની મહાત્મા ગાંધી વિદ્યાલયના બાળકોએ 360 મો એડવેન્ચર કોર્સ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો

ગત તારીખ 20 થી 27 ફેબ્રુઆરી દરમિયાન સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેરિંગ પર્વતારોહણ તાલીમ કેન્દ્ર એસ.વી.એમ માઉન્ટ આબુ રાજસ્થાન ખાતે યોજાયેલ અંડર 13 ના બાળકો માટેનો 360 મો એડવેન્ચર કોર્સ યોજાયો હતો. જેમાં મોરબીની મહાત્મા ગાંધી વિદ્યાલય રાજપરના ચાર બાળકો ક્રિષ્ના કટારા જૈનિસ ધંધુકિયા અયાનકડીવાર અને યશરાજ ધંધુકિયાએ આ કોષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો અને તેમને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તાલીમ દરમિયાન આબુના નક્કી લેક ફરતે યોજાતિ દોડ સ્પર્ધામાં પણ શાળાના દસ વર્ષના અયાન રહીમભાઈ કડીવાર પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ જ્યારે યશરાજ ધંધુકિયાએ દ્વિતીય નંબર મેળવી સિલ્વર મેડલ સાથે પ્રેમ તારાના સંસ્થાપક વર્લ્ડ રેકોર્ડ વિજેતા એમાંશંકર પંડ્યા ના હસ્તે મેડલ ટીશર્ટ અને ગિફ્ટ મેળવી વિદ્યાલયને તેમજ મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું શ્રમિક પરિવારના આ ચારેય બાળકો તેમની આ ઊંચાઈ સુધી લઈ જવાના સફરમાં શાળાના સંચાલક લાલજીભાઈ મહેનત કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW