HomeGujaratમોરબી-રાજકોટ હાઈવે પર કન્ટેનરે હડફેટે લેતા અજાણ્યા રાહદારીનું મોત

મોરબી-રાજકોટ હાઈવે પર કન્ટેનરે હડફેટે લેતા અજાણ્યા રાહદારીનું મોત

મોરબી શહેરમાં કન્ટેનર ટ્રેલરની હડફેટે અજાણ્યા વ્યક્તિનું મોત થયાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, મોરબીના શક્ત શનાળા નિતીનનગર વિસ્તારમાં રહેતા દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા (ઉ.વ. 38) દ્વારા મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, આરોપી દિન મહમદ હુસેનભાઈ રઝા (ઉ.વ. 37), રહે. ઉત્તરપ્રદેશ, જે કન્ટેનર ટ્રેલર (નંબર GJ-39-T-1603) ચલાવતો હતો, તેની બેદરકારીથી અકસ્માત સર્જાયો હતો.

ઘટનાક્રમ મુજબ, મોરબી-રાજકોટ હાઈવે પર નવી બની રહેલી મેડિકલ કોલેજ સામે એક અજાણ્યો પુરુષ (ઉંમર અંદાજે 30 વર્ષ) રસ્તાની સાઇડમાં પગપાળા જઈ રહ્યો હતો. તે દરમિયાન આરોપી ચાલકે ટ્રેલર વાહન તેજ ગતિ અને બેદરકારીથી ચલાવી તેને હડફેટે લીધો હતો. અકસ્માતમાં અજાણ્યા વ્યક્તિને કમરથી નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW