HomeGujaratમોરબીના રંગપર (બેલા) ગામે તલાવડીમાં ડૂબી જતા એક વર્ષની બાળકીનું મોત

મોરબીના રંગપર (બેલા) ગામે તલાવડીમાં ડૂબી જતા એક વર્ષની બાળકીનું મોત

મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામ ખાતે રહેતા મુકેશભાઈ માળીની એક વર્ષની દિકરી મીરાબેનનું દુર્ભાગ્યપૂર્ણ મોત થયું હતું.

મળતી માહિતી મુજબ, બાળકી રંગપર(બેલા) ગામની સીમ વિસ્તારમાં આવેલ ખેતરની તલાવડી પાસે રમતી હતી. રમતા રમતા અચાનક પાણીમાં પડી જતા તે ડૂબી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા, પરંતુ બાળકીનો જીવ બચાવી શકાયો નહોતો.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ દ્વારા અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW